Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રામદેવળામાં યોજાતો રામદેવપીરનો ભાદરવીનો મેળો આ વર્ષે નહીં યોજાય

૩૧ ઓગષ્ટ સુધી સમાધી સ્થળના દરવાજા બંધ : કોરોના સંક્રમણ સામે કલેકટર દ્વારા સુરક્ષાત્મક પગલા

રામદેવરા (જેસલમેર) : પશ્વિમ રાજસ્થાનના કુંભથી ઓળખાતા બાબા રામદેવ (રામાપીર)નો ભાદરવાનો મેળો આ વર્ષે વર્તમાન સંજોગોના કારણે સ્થગીત કરવા નિર્ણય લેવાયો છે.

આ બાબતે જેસલમેર જિલ્લા કલેકટરે કોવિડ-૧૯ સંક્રમણ ધ્યાને લઇ ભાદરવાનો મેળો બંધ રાખવા આદેશ જારી કરેલ છે. એક પખવાડીયા સુધી ચાલતો આ મેળો આ વર્ષે નહીં યોજાય.

બાબા રામદેવના જન્મ અવતરણ પર મેળો નહીં થવાનો આ પ્રથમ કિસ્સો બની રહેશે. અહીં દર વર્ષે લાગતા આ ભાદરવી મેળામાં દેશ-વિદેશથી ૫૦ લાખથી વધુ લોકો ઉમટતા હોય છે. પુરો એક મહીનો મેળાવી માહોલ જામે છે. પોકરણના ઉપખંડ અધિકારી અજય અમરાવે જણાવેલ કે જિલ્લા કલેકટર આશીષ મોદીએ ભાદરવાના શુકલ પક્ષમાં યોજાતો રાજસ્થાનો સૌથી મોટો સગણાતો આ મેળો બંધ રાખવા આદેશ કરેલ છે. કોરોના સંક્રમણ વધે નહીં તે માટે લોકહિતમાં આ નિર્ણય લેવાયો છે. આગામી ૩૧ ઓગષ્ટ સુધી સમાધી સ્થળના મુખ્ય દરવાજા બંધ રાખવામાં આવશે.

(11:42 am IST)