Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

મહેબૂબા મુફ્તિનાં ઘરે હાઇલેવલ બેઠક :કાશ્મીરને બચાવવા તમામ પક્ષોને એકજૂથ થવાની અપીલ

પીડિપી કોર ગૃપની બેઠકમાં રણનીતિ પર ચર્ચા કરીને નિર્ણય લેવાય તેવી શક્યતા

જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકવા માટેની એડવાઇઝરી બહાર પડ્યા બાદથી સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે પીડીપી પ્રમુખ અને રાજ્યના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ  તમામ રાજકીય પક્ષોને એકજૂથ થવાની અપીલ કરી છે.

  મુફ્તીએ ફરી એકવાર કહ્યું કે કાશ્મીરને બચાવવા માટે તમામ પક્ષોએ એક સાથે આવવું પડશે. કે જેથી કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંદેશ આપી શકાય કે તેઓ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે રમત રમી શકે નહીં.

  કાશ્મીરની સ્થિતિને ધ્યાને રાખીને પીડિપી કોર ગૃપની બેઠક ચાલી રહી છે. પાર્ટીનાં વડા મહેબૂબા મુફ્તિનાં નિવાસ સ્થાને બેઠક ચાલી રહી છે.આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરીને નિર્ણય લઇ શકાય તેવી શક્યતા છે.

 
(8:22 pm IST)