Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

વડોદરામાં બપોરે ર વાગ્યાથી ફરી મેઘતાંડવ, ખંભાતમાં બપોરે ર કલાકમાં ૭ ઇંચ વરસાદ

રાજકોટ, તા., ૩: વડોદરામાં છેલ્લા ૩ દિવસથી તરખાટ મચાવી રહેલ વરસાદે આજે બપોરે ફરી ધબધબાટી શરૂ કરી છે.  જો કે વિશ્વામિત્રી નદીના સ્ત્રાવ વિસ્તારમાં વરસાદ નથી તેટલી રાહત છે. આજે બપોરે ર વાગ્યાથી વડોદરા શહેરમાં જોરશોર વરસાદ શરૂ થયાનું અને આ લખાય છે ત્યારે ર.૪પ વાગ્યે પણ વરસાદ એકધારો ચાલુ હોવાનું જાણવા મળે છે. સોસાયટીઓમાં પાણી ભરાવા લાગ્યા છે. આજનો વરસાદ પરિસ્થિતિ  પાડવામાં વિક્ષેપરૂપ થયો છે. વાતાવરણ ગોરંભાયું હોવાથી વધુ વરસાદ પડે તેવા એંધાણ છે.

આણંદના ખંભાતમાં પણ જોરદાર વરસાદ થયો છે. આજે બપોરે ૧ર થી ર વચ્ચે ખંભાતમાં ૭ ઇંચ પાણી પડી ગયું છે. ખંભાતનો આખા દિવસનો વરસાદ ૧૧ ઇંચ જેટલો થયો છે. સુરતના ઓલપાડમાં ૧ર ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. ઉંમરપાડામાં આજે ૯ ઇંચ જેવો વરસાદ થયો છે. ભરૂચના હાસોલમાં આજે પ ઇંચ પાણી પડી ગયું છે. ખેડાના કપડવંજમાં ૪ ઇંચ વરસાદ થઇ ગયો છે.

(3:36 pm IST)