Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

અમેરિકામાં મંગલ મંદિર ,મેરીલેન્ડ મુકામે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શરૂ : શિવજીને અભિષેક ,તથા 5 ઓગ થી 26 ઓગ 2019 દરમિયાન આવતા ચારે સોમવારે સુપ્રસિધ્ધ ગાયક વૃંદોના ભજન કીર્તનનો લહાવો : જન્માષ્ટમી પર્વ 24 ઓગ શનિવારે ઉજવાશે

મેરીલેન્ડ : અમેરિકામાં મંગલ મંદિર ,17110,ન્યુ હેમ્પશાયર એવન્યુ મેરીલેન્ડ મુકામે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી શરૂ થઇ ગઈ છે.

ઉજવણી અંતર્ગત  5 ઓગ થી 26 ઓગ 2019 દરમિયાન આવતા ચારે સોમવારે સુપ્રસિધ્ધ ગાયક વૃંદોના ભજન કીર્તનનું આયોજન કરાયું છે.જેનો સમય સાંજે 5-30 થી 7- વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.જે મુજબ 5 ઓગ ના રોજ સુશ્રી હેમા ભટ્ટ અને ગ્રુપ, 12 ઓગ તથા 19 ઓગ ના રોજ શ્રી મોતીભાઈ પટેલ અને ગ્રુપ,તથા 26 ઓગ ના રોજ શ્રી ચંદ્રેશ મામલતદાર અને ગ્રુપ ભજન કીર્તનની રમઝટ બોલાવશે તેમજ આ દિવસો દરમિયાન સ્પેશિઅલ પ્રાર્થનાનું પણ આયોજન કરાયું છે.

જન્માષ્ટમી પર્વ 24  ઓગ શનિવારે ઉજવાશે

તમામ ઉત્સવોનો લહાવો લેવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(12:48 pm IST)