Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

લાદેનની માં પહેલીવાર મીડિયા સમક્ષ બોલી ;કહ્યું ઈકોનોમિક્સનો અભ્યાસ કરતા લાદેનનું બ્રેઇનવોશ કરીને આતંકી બનાવી દેવાયો

લાદેન નાનપણમાં ખુબ જ શરમાળ હતો : લાદેનના જન્મના કેટલાક સમય બાદ પહેલા પતિથી તલ્લાક લઈ બીજી શાદી કરનાર ધાનેમએ આજે પણ લાદેનની વર્દી પહેરેલી તસ્વીર રાખી છે

 

અલકાયદાનો મુખિયા ઓસામા બિન લાદેનની માં આલિયા ધાનેમ પહેલી વાર મીડિયાની સામે આવી છે લાદેનના મોતના સાતવર્ષ બાદ ધાનેમેં કહ્યું કે જયારે ઓસામા બિન લાદેન સાઉદી અરબના જેદ્દા ની કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સીટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કરી રહયો હતો ત્યારે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યો હતો જેઓએ તેનું બ્રેનવોશ કરી નાખ્યું,ત્યારબાદ તે કટ્ટરપંથી બની ગયો,

   વિશ્વનો સૌથી ખુંખાર આતંકી રહેલો ઓસામા બિન લાદેનનું બચપણ અને શરૂઆતની જિંદગી સારી હતી,તે ભણવામાં હોશિયાર અને ખુબ શર્મીલો હતો,20 વર્ષની ઉંમર સુધી તેનો આતંક સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નહોતી, વાત લાદેનની માં ધાનેમેં કહી હતી

  અલકાયદાના સુપ્રીમો લાદેનના મોતના અંદાજે સાત વર્ષ બાદ પહેલીવાર મીડિયાની સામે આવેલી ધાનેમેં કહ્યું કે જયારે ઓસામા બિન લાદેન સાઉદી અરબની જેદ્દાની કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સીટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કરતો હતો ત્યારે કેટલાક લોકોએ બ્રેઇનવોશ કર્યું હતું,ત્યારબાદ તે કટ્ટરપંથી બનીને આતંકવાદના રસ્તે ચાલ્યો ગયો,જેને અમેરિકાએ 2008માં પાકિસ્તાનમાં મારી નાખ્યો હતો

   ગાર્ડીયનને આપેલ ઇન્ટરવ્યૂમાં ધાનેમેં જણાવ્યું કે જયારે લાદેન 20 વર્ષનો હતો ત્યારે ખુબ તાકાતવર અને દિલનો સારો વ્યક્તિ હતો,પરંતુ બાદમાં તે અચાનક બદલી ગયો હતો,જેદ્દાની કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સીટીમાં અભ્યાસ દરમિયાન લાદેન કટ્ટરપંથી બની ગયો હતો

   લાદેનના જન્મના કેટલાક સમય બાદ પોતાના પહેલા પતિથી તલ્લાક લઈ બીજી શાદી કરી લીધી હતી,હવે તેને એક પરિવાર છે લાદેનના મોતને આટલો સમય વીતી ચુક્યો છે પરંતુ ધાનેમ આજે પણ તેને યાદ કરે છે તે કહે છે કે લાદેન તેનું પહેલું સંતાન હતું અને તે ખુબ શરમાળ હતો,લાદેન તેને ખુબ પ્રેમ કરતો હતો ધાનેમએ વર્દી પહેરેલ ઓસામા બિન લાદેનની તસ્વીર આજે પણ તેની પાસે રાખેલ છે

   ધાનેમનુ કહેવું છે કે કિંગ અબ્દુલ્લાજીજ યુનિવર્સીટીમાં અભ્યાસ દરમિયાન લાદેનની મુલાકાત અબ્દુલ્લા અજાજ નામના એક શખ્શ સાથે થઇ જે મુસ્લિમ બ્રધરહૂડનો સભ્ય હતો ,જેને સાઉદી અરબમાંથી હાંકી કઢાયો હતો અને બાદમાં તે ઓસામાના ધર્મગુરુ બની ગયો,તેને જણાવ્યું કે યુનિવર્સીટીના લોકોએ લાદેનને બદલી નાખ્યો,અને તે એક અલગ પ્રકારનો વ્યક્તિ બની ગયો,

  જયારે ધાનેમને પુછાયું કે તેણીને ક્યારેય એવું મહેસુસ થયું કે તેનો પુત્ર લાદેન જેહાદી બની જશે ?તેણીએ કહ્યું મારા દિમાગમાં ક્યારેય આવ્યું નથી,જયારે મને જાણકારી મળી કે લાદેન આતંકી બની ગયો છે ત્યારે અમને ખુબ દુઃખ થયું હું નથી ઇચ્છતી કે આવું કોઈ બીજાની સાથે થાય, તેને આવી રીતે બધું બરબાદ કેમ કર્યું,ધાનેમેં લાદેનને છેલ્લીવાર વર્ષ 1999માં અફઘાનિસ્તાનમાં જોયો હતો અને તેને બે વાર મળી હતી સમયે ઓસામા કંધારની બહાર તેના ઠેકાણેમાં રહેતો હતો

   ઓસામા બિન લાદેન 1980ના દાયકામાં રશિયાના કબ્જાના વિરુદ્ધમાં લડાઈ લડવા માટે અફઘાનિસ્તાન પહોંચ્યો હતો, ધાનેમ અને તેના બીજા પતિના પુત્ર હસનનું કહેવું છે કે લાદેનને જે કોઈ પણ મળતા હતાતે તેનું બહુ સન્માન કરતા હતા,પહેલા અમને પણ તેના પર ગર્વ હતો,એટલા સુધી કે સાઉદી સરકાર પણ તેની સાથે સારા સબંધો રાખતી હતી પરંતુ બાદમાં તેના આતંકી સામે આવ્યો અને બધું બદલાઈ ગયું

(12:37 am IST)