Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

સરકારે થૂંકેલુ ચાટયું... હવે સોશ્યલ મીડિયા ઉપર વોચ નહિ રાખે

સુપ્રિમ કોર્ટની લાલઆંખ બાદ સરકારની પીછેહઠ : સોશ્યલ મીડિયા કોમ્યુ. હબ બનાવવાનો પ્રસ્તાવ પરત લેવા એલાન

નવી દિલ્હી તા.૩ : સોશ્યલ મીડિયા પર નિગરાની માટે સોશ્યલ મીડિયા હબ બનાવાના નિર્ણયથી સરકારે પાછા પગ કર્યા છે.૧૩ જુલાઈએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે નિગરાની રાજ બનાવાઙ્ગજેવું થશે.સુપ્રીમે કહ્યું હતું કે સરકાર નાગરિકોને વોટ્સએપ મેસેજોને ટેપ કરવા માંગે છે.ઉલ્લેખનીય છે કે સૂચના પ્રસારણ મંત્રાલયે સોશયલ મીડિયા હબ બનાવાનો નિર્ણંય કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના સખ્ત વલણ બાદ કેન્દ્રએ આજે કોર્ટને જણાવ્યું કે તે સોશ્યલ મીડિયાની નિગરાની કરશે નહી.ચીફ જસ્ટિસ દિપક મિશ્રા,જસ્ટિસ એએમ ખાનવિલકર તેમજ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચુડની પીઠની સામે સરકારી નિવેદન બાદ આ મામલાને નિસ્તારણ કરી દેવામાં આવ્યા.ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના વિધાયક મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ જાહેર કરી હતી.સાથેજ આ મામલે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ પાસે સહયોગ માંગ્યો હતો.

ખરેખર તૃણમૂલ કોંગ્રેસની વિધાયક મોઈત્રાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે સોશ્યલ મીડિયાની નિગરાની માટે કેન્દ્ર આ કાર્યવાહી કરશે.ત્યારબાદ ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, તેમજ ઇમેઇલમાં રહેલા દરેક ડેટા સુધી કેન્દ્રની પહોંચ થશે.અને તે પ્રાઇવસીનો અધિકારનું સદંતર ઉલ્લંઘન છે.

તેનાથી દરેક વ્યકિતની પ્રાઇવેટ જાણકારીની પણ સરકારને રજેરજની માહિતી મળશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્રીય મંત્રાલય હેઠળ કામ કરનાર પીએસયુ બ્રોડકાસ્ટ કન્સલટેટ ઇન્ડિયા લિમિટેડે એક ટેન્ડર બહારઙ્ગપાડ્યું છે. એમાં એક સોફટવેરની આપૂર્તિ માટે અરજીઓ મંગાવામાં આવી છે.સરકાર તેના હેઠળ સોશ્યલ મીડિયાના માધ્યમથી સૂચનાઓને એકત્રિત કરશે.(૨૧.૩૦)

(4:01 pm IST)