Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

મેહુલ ચોકસીને અમે નાગરિકતા આપી છે એન્ટીગુઆ સરકારની પ્રથમ વખત ઇન્ટરપોલ સમક્ષ કબૂલાત

ભારત સાથે પ્રત્યાર્પણ સંધી નથી એટલે મામલો વધુ ગૂંચવાશે

સેંટજોન્સ, તા. ૩ : મેહુલ ચોકસી એન્ટીગુઆમાં હોવાથી અટકળો ઉપર સત્તાવાર રીતે પૂર્ણવિરામ મુકાઇ ગયું છે. એન્ટીગુઆ સરકારે ઇન્ટરપોલ સમક્ષ કબુલાત આપી હતી કે મેહુલ ચોકસી એન્ટીગુઆમાં છે અને હવે એન્ટીગુઆનો સત્તાવાર નાગરિક પણ બની ચુકયો છે.

પીએમબી કૌભાંડનો આરોપી મેહુલ ચોકસી એન્ટીગુઆમાં છુપાયો છે એવા અહેવાલો આવ્યા હતા. તે પછી મેહુલ ચોકસીને ભારત લઇ આવવા માટે ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆની સરકારને પત્ર લખીને મેહુલ ચોકસી અંગે માહિતી આપવાની વિનંતી કરી હતી.

મેહુલ ચોકસીની બાબતે ભારતની તપાસ એજન્સીઓને ઇન્ટરપોલની મદદ પણ લીધી હતી. દરમિયાન ઇન્ટરપોલે એન્ટીગુઆ સરકારને મેહુલ ચોસકી અંગે માહિતી આપવા કહ્યું હતું અને તેના જવાબમાં એન્ટીગુઆની સરકારે સ્વીકાર્યુ હતુ કે મેહુલ ચોકસી એન્ટીગુઆમાં છે અને હવે નાગરિક પણ બની ચુકયો છે. ઇન્ટરપોલે તે માહિતી ભારતને આપી હતી. મેહુલ ચોકસી અંગે સ્થાનિક મીડિયાએ એન્ટીગુઆ સરકારના ઉચ્ચ અધિકારીઓને સવાલો કર્યા તેમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પરપત આપતા કહ્યું હતું કે એન્ટીગુઆ ભારતની માંગણી અંગે વિચારશે. અને ભારતના નિયમોનું સન્માન કરશે. જો કે, ભારત અને એન્ટીગુઓ વચ્ચે આરોપીઓના પ્રત્યાર્પણની સંધી નથી એટલે મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો મુદ્દો વધુ પેચીદો બને તેવી શકયતા નકારી શકાય નહીં.

(3:53 pm IST)