Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

દલિતો - વંચિતોને રાજી કરશે મોદી : બનાવ્યો માસ્ટર પ્લાન

લોકસભાની ચૂંટણી પહેલા જ ધડાકો : OBC - દલિત સમાજની કુલ જનસંખ્યા ૭૦ ટકા છે : નારાજગી પોસાય તેમ નથીઃ દલિત વિરોધી છાપ દુર કરવા જાહેર કરાશે સંખ્યાબંધ પગલા : ૧૫૦થી વધુ બેઠકો પર SC/STનો પ્રભાવ છે

નવી દિલ્હી તા. ૩ : હાલમાં બીજેપી સરકાર પાછત લોકો અને દલિતો પર ખુબ જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. મોદી સરકાર ઓબીસી કમીશનને સંવૈધાનિક દરજ્જો આપવા અને અનુસૂચિત જાતિ-જનજાતિ ઉત્પીડન નિરોધક કાયદો (SC/ST એકટ) સંશોધન બિલ લોકસભામાં રજૂ કરનાર છે. આ બંને બિલ પછાત અને દલિત સમાજને અધિકાર સંપન્ન કરવા માટે છે. પ્ર' તે ઉભો થાય છે કે, અચાનક સરકાર ઓબીસી, એસટી અને એસસીને લઈને આટલી સંજાગ અને ચિંતાતુર કેમ થઈ ગઈ? શું સરકાર પાછત વર્ગ, દલિતોના સહારે ૨૦૧૯માં મહાગઠનબંધનને માત આપશે?

અસલમાં રાજનીતિમાં સંખ્યા બળ સૌથી મહત્વપૂર્ણ છે. ચૂંટણી માથા પર છે. સરકારી આંકડા જણાવે છે કે, ઓબીસી અને દલિત સમાજ કુલ જનસંખ્યાની ૭૦ ટકા છે. આને જોતા કોઈપણ રાષ્ટ્રીય પાર્ટી માટે તેમને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે.

એસસી/એસટી એકટ પર ૨૦ માર્ચે આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દલિત રાજનીતિમાં હાહાકાર મચેલો છે. આ એકટને જુના સ્વરૂપમાં લાવવાની માંગને લઈને ૯ ઓગસ્ટે બીજી વખત દેશવ્યાપી આંદોલન થવા જઈ રહ્યો છે. આનાથી પહેલા ૨ એપ્રિલે આંદોલન થઈ ચૂકયો છે. તો બીજી બાજું નોકરીઓમાં અનામતને લઈને ઓબીસી સમાજમાં પણ નારાજગી છે. આરોપ છે કે, હાલમાં જ વિશ્વવિદ્યાલયોમાં પ્રોફેસરોની જે નિયુકિત થઈ છે તેમાં અનામત લાગું કરવામાં આવી નથી.

તેથી સરકાર તેમને નારાજ કરીને ૨૦૧૯માં કોઈ રિસ્ક લેવા માંગતી નથી. વંચિત વર્ગ અધિનિયમ સંહિતાને સંવૈધાનિક દરજ્જો આપવાનો મામલો પણ આવી જ એક કોશિશનો ભાગ બતાવવામાં આવી રહ્યો છે.

કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૧૭માં વંચિત વર્ગ અધિનિયમ સંહિતા (એનસીબી)ને ભંગ કરી દીધો હતો. તે પછી રાષ્ટ્રીય આર્થિક અને શૈક્ષણિક વંચિત વર્ગ આયોગ (એનસીએસઈબીસી)ને રચનાને મંજૂરી આપવામાં આવી હતી.

નવું આયોગ સિવિલ શકિતઓથી લેસ હશે. આ શકિતઓથી તેઓ આરોપીને સમન કરી શકે છે. સજા પણ આપી શકે છે. જેવી રીતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ કરે છે. ઓબીસીમાં સામેલ જાતિઓ પર જો તેનાથી ઉચ્ચ જાતિનો વ્યકિત અત્યાચાર કરે છે અને તેની પોલીસ સુનાવણી કરી રહી નથી તો તેઓ આયોગનો દરવાજો ખખડાવી શકે છે. ઓબીસી જાતિના આધાર પર જો તેના સાથે નોકરીમાં કોઈ ભેદભાવ થાય છે તો તે આયોગ પાસે જઈ શકે છે. એબીસીને તેવી રીતની જ મદદ મળશે જેવી રીતે અનુસૂચિત જાતિ આયોગમાં દલિતોને મળે છે.

સંસદમાં રજૂ થનાર ઓબીસી બિલ, સંવિધાન સંશોધન બિલ છે અને બીજેપી આ ચૂંટણીઓમાં વંચિત વર્ગને પોતાની તરફ ખેંચવા માટે તેને મોટી ઉપલબ્ધિના રૂપમાં રજૂ કરવા માંગે છે. પાર્ટીને આશા છે કે, આનાથી ઓબીસી તેની તરફેણમાં રહેશે. ઓબીસીમાં પાંચ હજારથી વધારે જાતિઓ છે.

અહી સૌથી મોટો પ્રશ્ન તે છે કે શું ૫૨ ટકા લોકો (એનએસએસઓ અનુસાર ૪૪ ટકા) એક સમયે રાજનીતિના રૂપે એકિકૃત હતા, હવે બધી પાર્ટીઓ આ વર્ગને પોતાના પક્ષમાં કરવા માટે જોર આપી રહી છે? ઓબીસીમાં આવનારી જ્ઞાતિઓ રાજનીતિક પાર્ટીઓ માટે કેમ આટલી મહત્વપૂર્ણ છે?

સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી (સીએસડીએસ)ના નિર્દેશક સંજય કુમાર કહે છે, જે સંખ્યામાં ઓછા હશે તેઓ વધારે એકીકૃત હોય છે. ઓબીસી સૌથી વધારે છે તેથી તેમને રાજકીય રીતે એકસાથે લાવવા કે એકિકૃત કરવા સરળ રહેશે નહી. ઓબીસી સમાજને દલિત અથવા મુસ્લિમ પોલિટિકસ અથવા વોટબેંકની જેમ દેખવામાં આવતું નથી, કેમ કે તેઓ એકિકૃત થઈ શકતા નથી. દેશમાં એવી કોઈ લોકસભા અથવા વિધાનસભા નહી હોય જયાં ૪૦-૪૫ ટકા વોટ વંચિતોના ના હોય. તેથી આ રાજકીય પાર્ટીઓ માટે મહત્વપૂર્ણ છે.

ઓબીસીમાં સામેલ જાતિઓને લોભાવવા માટે મોદી સરકાર બે દાવ રમી રહી છે. પહેલો દાવ ઓબીસી કમીશનને સંવેધાનિક દરજ્જો આપવાનો છે. બીજો ૨૭ ઓબીસી રિઝર્વેશનની અંદર કવોટા આપવાનું છે. આ ખુબ જ સંવેદનશીલ મામલો છે.

સરકાર તે જ્ઞાતિઓને વધારે લાભ આપવાની તૈયારી કરી રહી છે જે ઓબીસીમાં તો છે પરંતુ તેમને અનામતનો લાભ મળ્યો નથી. ઓબીસી પેટા-કેટરેગરીના કારણે ૨ ઓકટોબર ૨૦૧૭ સરકારને એક આયોગની રચના કરી હતી. આની અધ્યક્ષ દિલ્હી હાઈકોર્ટની પૂર્વ ન્યાયાધીશ જી. રોહિણી છે.

આયોગ નક્કી કરશે કે ઓબીસીમાં સામેલ એવી કઈ જ્ઞાતિ છે, જેમને અનામતનો પૂરો લાભ મળ્યો નથી અને એવી કઈ જ્ઞાતિ છે જે આરક્ષણની મલાઈ ખાઈ રહી છે. માનાવામાં આવી રહ્યું છે કે, અનામતનો લાભ કેટલીક જ્ઞાતિઓએ જ ઉઠાવ્યો છે. બાકીની બધી જ્ઞાતિઓ હાંસિયામાં ધકેલાઈ ગઈ. બીજેપીને આશા છે કે, જ્ઞાતિઓના અધિકારોની વાત કરીને ૨૦૧૯માં રાજકીય સીડી સરળતાથી ચડી શકાય છે.

સીએસડીએસના નિર્દેશક સંજય કુમારનું માનવું છે કે, ૨૦૧૪થી જ પાર્ટીઓ ઓબીસીને એક બ્લોકના રૂપમાં દેખી રહી નથી. પાર્ટીઓને ખબર છે કે, દરેક રાજયમાં ઓબીસી અલગ-અલગ રાજયોમાં વિભિન્ન પાર્ટીઓ સાથે જોડાયેલી છે. તેમને તે પાર્ટીઓથી જુદી કરવી કોઈના પણ માટે મુશ્કેલ કામ છે, જેવી રીતે યાદવ છે. તેથી ત્યાં પેટા-કેટેગરી દ્વારા ગૈર યાદવ ઓબીસીને તોડવાની કોશિશમાં છે.

આવી જ રીતે બિહારમાં ગેર યાદવ, ગેર કુર્મી ઓબીસીને તોડવાની કોશિશ કરવામાં આવશે. તેથી બીજેપીએ પેટા-કેટેગરી માટે જે આયોગ બનાવ્યું છે તેને આપણે ઓબીસીને તોડવાની કોશિશના રૂપમાં જ જોઈ શકીએ છીએ. આ આયોગને બનાવવા પાછળ બીજેપીએ પોતાની રાજકીય નફો જરૂર જોયો હશે.

કેન્દ્ર સરકારની નોકરીઓમાં ઓબીસીની ભાગીદારી તેમની જનસંખ્યા અનુસાર એકદમ નહીવત (૧૭.૩૧ ટકા) છે. કાર્મિક વિભાગની એક રિપોર્ટ જણાવે છે કે, ગ્રુપ એમાં માત્ર ૮.૩૭, બીમાં ૧૦.૦૧ અને સીમાં ઓબીસીનું પ્તતિનિધિત્વ ૧૭.૯૮ ટકા છે. એનએસએસઓ (૨૦૧૧-૧૨)ની રિપોર્ટ જણાવે છે કે, ઓબીસીના ૩૬.૬ ટકા લોકો ખેતી કરે છે.

એસસી/એસટી એકટ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી દલિત સંગઠનોએ કહ્યું કે, આને સરકારે નબળો પાડી દીધો. અસલમાં કોર્ટે આ એકટ હેઠળ આરોપીની તરત જ ધડપકડ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કેસ નોંધાવ્યા પહેલા ડીએસપી લેવલના અધિકારીની તપાસ અને ધડપકડ પહેલા એસપીની મંજૂરી જરૂરી કરી દીધી હતી. આ પરિવર્તન કોર્ટે કર્યા ચિઠ્ઠી ફાટી સરકારના નામે. આમ ઉલ્ટાની સરકારની દલિતોમાં નકારાત્મક અસર પડી અને દલિતોમાં સરકાર વિરોધી વાતાવરણ ઉભું થઈ ગયું. જયારે સરકારની કોશિશ તે છે કે, ગમે તે ભોગે તેમની દલિત વિરોધી છાપ બનવી જોઈએ નહી. તેથી એસસી/એસટી એકટનો સંશોધન બિલ લાવવામાં આવ્યો.

સરકાર માટે મુશ્કેલી તે છે કે, એસસી/એસટીની સંખ્યા સારી એવી છે. તેથી આ સમાજને કોઈપણ પાર્ટી નજર અંદાજ કરી શકે નહી. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં ૧૬.૬૩ ટકા અનુસૂચિત જાતિ અને ૮.૬ ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે. ૧૫૦થી વધારે સંસદીય સીટો પર એસસી/એસટીનો પ્રભાવ માનવામાં આવે છે.સામાજિક ન્યાય અને સશકિતકરણ મંત્રાલયની એક રિપોર્ટ અનુસાર દેશમાં ૪૬,૮૫૯ ગામ એવા છે જયાં દલિતોની વસ્તી ૫૦ ટકાથી વધારે છે. ૭૫,૬૨૪ ગામડાઓમાં તેમની વસ્તુ ૪૦ ટકાથી વધારે છે. દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ૮૪ સીટો એસસી માટે જયારે ૪૭ સીટો એસટી માટે અનામત છે. વિધાનસભામાં ૬૦૭ સીટો એસસી અને ૫૫૪ સીટો એસટી માટે અનામત છે. તેથી બીજેપી દલિતોના હિતેચ્છુ બનવાની રેસમાં લાગી છે. એવી રેસ કે કયાંક આ વોટબેંક હાથમાંથી સરકી ના જાય.(૨૧.૫)

 

(11:43 am IST)