Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

યુ.એસ.માં IHCNJના ઉપક્રમે ૨૬ ઓગ.૨૦૧૮ રવિવારે હેલ્‍થ ફેરઃ દુર્ગા મંદિર, પ્રિન્‍સેટોનના સહયોગ સાથે યોજાનારા કેમ્‍પ હેલ્‍થ ફેરમાં ૪૦ વર્ષથી વધુ વયના, તથા મેડીકલેઇમ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો ભાગ લઇ શકશેઃ રજીસ્‍ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૧૫ ઓગ.૨૦૧૮

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી (IHCNJ) તથા દુર્ગા મંદિરના સંયુક્‍ત ઉપક્રમે ૨૬ ઓગ.૨૦૧૮ રવિવારના રોજ હેલ્‍થ ફેર તથા અમેરિકન ફેડક્રોસ બ્‍લડ ડ્રાઇવ સાથેના ઉપક્રમે બ્‍લડ ડ્રાઇવ કેમ્‍પ રાખવામાં આવેલ છે.

દુર્ગા મંદિર ૪૨૪૦,રૂટ ૨૭, પ્રિન્‍સેટોન ન્‍યુજર્સી મુકામે યોજાનારા આ કેમ્‍પનો સમય સવારે ૮-૩૦ થી બપોરે ૨ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો છે.

આ હેલ્‍થ કેમ્‍પામાં ૪૦ વર્ષથી વધુ ઉમરના તથા મેડીકલ ઇન્‍સ્‍યુરન્‍સ નહીં ધરાવતા અથવા ઓછો ધરાવતા લોકો અગાઉથી રજીસ્‍ટ્રેશન કરાવી ભાગ લઇ શકશે.

આરોગ્‍ય નિદાન સાથે રોગ થતા અટકાવવા માટે માર્ગદર્શન આપતા આ કેમ્‍પમાં બ્‍લડ ટેસ્‍ટ, EKG, આંખોનું નિદાન, ફીઝીકલ એકઝામિનેશન, કાર્ડિપાક, કેન્‍સર સ્‍ક્રિનીંગ, દાંતોનું નિદાન, ફીઝીકલ થેરાપી, ફાર્મસી તથા ડાએટરી કાઉન્‍સેલીંગ, મેન્‍ટલ હેલ્‍થ સ્‍ક્રિનિંગ, સહિતની સેવાઓ આપવામાં આવશે.

કેમ્‍પનો લાભ લેવા માટે રજીસ્‍ટ્રેશન ફોર્મ WWW.IHCNJ.ORG દ્વારા મેળવી IHCNJ, હિલ્‍સબરો NJને મોડામાં મોડું ૧૫ ઓગ.૨૦૧૮ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

રજીસ્‍ટ્રેશન કરાવી લેનાર તમામ લોકોએ કેમ્‍પની તારીખ ૨૬ ઓગ.ના રોજ સવારે ૮-૩૦ કલાકે પહોંચી જવા જણાવાયું છે. સાથે પોતાના પ્રિસ્‍ક્રીપ્‍શનની ફાઇલ રાખવા જણાવાયું છે. તમામ માટે બ્રેકફાસ્‍ટ તથા લંચની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

IHCNJના ઉપક્રમે ૨૦૧૮ની સાલનો છેલ્લો હેલ્‍થ કેમ્‍પ ૧૮ નવેં. ૨૦૧૮ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર, સિકોસસ, ન્‍યુજર્સી મુકામે યોજાશે.

બાદમાં ૧ ડિસેં. ૨૦૧૮ના રોજ IHCNJની ૨૦ વર્ષની સેવાઓને ધ્‍યાને લઇ બોલીવુડ મ્‍યુઝીક ઇવનીંગ તથા ડિનરનું આયોજન કરાયું છે. જેનું સ્‍થળ બાલાજી ટેમ્‍પલ ઓડિટોરીઅમ રાખવામાં આવ્‍યું છે.

દુર્ગા મંદિર ખાતે યોજાનારા હેલ્‍થ કેમ્‍પ તથા બ્‍લડ ડ્રાઇવ અંગે વિશેષ માહિતિ માટે ડો.તુષાર પટેલ ૮૪૮-૩૯૧-૦૪૯૯, શ્રી મહેશ અડવાણી ૭૩૨-૭૧૮-૦૦૯૯, અથવા શ્રી શિરીષ પારેખ ૯૦૮-૪૬૮-૭૮૨૯નો અથવા ઇમેલ tpatel1434@yahoo.com  દ્વારા અથવા વેબસાઇટ WWW.IHCNJ.org દ્વારા સંપર્ક સાધવા ડો.તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.

(8:33 pm IST)