Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક:અજાણ્યો શખ્શ દિવાલ પર ચઢી મુખ્યમંત્રી આવાસમાં ઘૂસ્યો

આખી રાત ઘરની અંદર જ રહ્યો. સવારે પોલીસકર્મીઓએ તેને જોયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ની સુરક્ષામાં મોટા ભંગનો મામલો સામે આવ્યો છે. કોલકાતાના કાલીઘાટ સ્થિત મમતા બેનર્જી ના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસ્યો હતો. આ ઘટના શનિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ વ્યક્તિ દિવાલ પર ચઢીને મુખ્યમંત્રી આવાસમાં ઘૂસ્યો હતો. તે આખી રાત ઘરની અંદર જ રહ્યો. સવારે જ્યારે પોલીસકર્મીઓએ તેને જોયો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિને કસ્ટડીમાં લીધા બાદ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.સીએમની સુરક્ષામાં ભંગનો મામલો પ્રકાશમાં આવ્યા પછી, કમિશનર વિનીત ગોયલ અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ Z કેટેગરીની સુરક્ષામાં કેવી રીતે ભંગ કરી તે જાણવા માટે તપાસમાં વ્યસ્ત છે. ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર આ સાથે સુરક્ષામાં ભંગ પાછળના ઈરાદા વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઘરમાં ઘૂસનાર વ્યક્તિ કાં તો ચોર છે અથવા તો માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે પોલીસ હજુ પણ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

 

(10:38 pm IST)