Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

લાલુ પ્રસાદ પગથિયા ઉપરથી ગબડી પડતા હાથ અને ખભામાં ઈજાઓ

તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં: રાબડીદેવી આવાસ પર બની ઘટના: પડવાને કારણે તેમના ખભાનું હાડકું પણ તૂટી ગયું

અનેક વિટંબણાઓથી ઘેરાયેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવને ઘરમાં જ થયો અકસ્માત, તાત્કાલિક હોસ્પિટલમાં કરવા પડ્યાં દાખલ, પત્ની રાબડી દેવીના નિવાસ સ્થાનમાં પગથિયા ઉપરથી ગબડી પડતા હાથ અને ખભામાં ઈજાઓ થઈ હતી

ખરાબ તબિયતનો સામનો કરી રહેલા આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવને ઘરમાં એક દુર્ઘટના નડી છે.

તેઓ રાબડીદેવી આવાસમાં પગથિયા ચડતા લપસી પડ્યાં હતા અને તેને કારણે તેમને ખભા અને હાથ પર ઈજા થઈ છે. પડવાને કારણે તેમના ખભાનું હાડકું પણ તૂટી ગયું છે.

લાલુ યાદવે આજે એક ખાનગી હોસ્પિટલમાં એમઆરઆઈ કરાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમના ખભાના હાડકામાં હેરલાઇન ફ્રેક્ચર થયું છે અને તેમને બે મહિનાનો બેડ રેસ્ટની સલાહ અપાઈ છે.

લાલુપ્રસાદ પટનામાં રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાનમાં રહે છે

લાલુ પ્રસાદ યાદવ હવે પટનામાં રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાન 10 સર્ક્યુલર રોડ પર રહે છે. સીડીઓ ઊતરતી વખતે લાલુ યાદવે સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ નીચે પડી ગયા હતા. તેને હાથ અને ખભાની સાથે કમરમાં પણ ઈજાઓ પહોંચી હતી.

(10:03 pm IST)