Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

બિહારના સંબંધપુરા એક મુસ્‍લિમ પરિવાર દ્વારા ભાઇચાર અને કોમી અેકતાનું ઉદાહરણ : રામદેવના હિન્દૂ રીતિ-રિવાજ મુજબ કર્યા અંતિમ સંસ્કાર

નવી દિલ્‍હી :  હાલમાં જ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માના પયગંબર મોહમ્મદને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. નૂપુર શર્માના નિવેદનથી દેશ અને વિદેશમાં પ્રદર્શનો થતા જોવા મળ્યા, ભારતમાં કેટલીક જગ્યાએ આ પ્રદર્શનો હિંસક પણ થયા હતા. હાલમાં જ રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયાલાલ અને મહારાષ્ટ્રના અમરાવતીમાં એક કેમિસ્ટની હત્યા નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ કરવામાં આવી હતી.

તો સુરતના એક યુવકને પણ જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ યુવકે પોલીસને ફરિયાદ કરી હતી. ફરિયાદને લઈને તેને એક ગનરની સુરક્ષા આપવામાં આવી હતી. એવામાં હવે માણસાઈ અને હિન્દુ-મુસ્લિમ એકતાનું એક મોટું ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં એક મુસ્લિમ પરિવારે એક હિન્દુ વૃદ્ધનું હિન્દુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ધર્મથી મોટી માણસાઈ હોય છે. બિહારના રાજા બજારના સબનપુરાના એક મુસ્લિમ પરિવારે ભાઇચારા અને કોમી એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

હિન્દુ વૃદ્ધાની અર્થી સજાવ્યા બાદ તેને કાંધ આપીને મુસ્લિમ લોકોએ અંતિમ સંસ્કાર કર્યો. સબનપુરાના લોકોએ જણાવ્યું કે, મોહમ્મદ અરમાનની દુકાન પર 25 વર્ષ અગાઉ રામદેવ ભટકાતો ભટકાતો ગયો હતો, ત્યારબાદ રામદેવને અરમાને કામ પર રાખી લીધો હતો. ત્યારથી અત્યાર સુધી રામદેવ, મોહમ્મદ અરમાનને ત્યાં પરિવારના સભ્યની જેમ રહેતો હતો. શુક્રવારે 75 વર્ષીય રામદેવનું નિધન થઈ ગયું. અરમાને પરિવાર અને આસપાસના મુસ્લિમ સમુદાયના લોકોએ સહયોગ કરતા રામદેવની અર્થી તૈયાર કરી અને કાંધ આપીને સ્મશાન સુધી લઈ ગયા.

ત્યારબાદ હિન્દુ રીત રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કર્યા. બીજી તરફ રામદેવના મોતથી અરમાનનો આખો પરિવાર દુઃખી છે. કહેવામાં આવ્યું કે, રામદેવના પરિવારમાં કોઈ નહોતું. તેનું બધુ જ અરમાન અને તેનો પરિવાર જ હતો. રામદેવ સાહ (ઉંમર 75 વર્ષ)ના નિધનથી રિઝવાનના આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મોહમ્મદ રિઝવાને કહ્યું કે, રામદેવ સાહને 25 વર્ષ અગાઉ એક વ્યક્તિ લઈને આવ્યો હતો. તેણે કહ્યું કે, કામ માટે ભટકી રહ્યો છે. મારી દુકાન બુદ્ધા પ્લાઝમા મદીના હોજિયરી નામથી છે. મેં કંઈ પણ પૂછ્યા વિના તેને કામ પર રાખી લીધો હતો. રામદેવ ભણેલો-ગણેલો હતો. તે અહીં અકાઉન્ટ જોતો હતો.

(5:36 pm IST)