Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

WhatsApp પર આવ્યું નવું ફીચર : બે દિવસ પછી મેસેજને ડીલીટ ફોર એવરીવન કરી શકાશે

મેસેજ મોકલ્યાની માત્ર 8 મિનિટની અંદર તેને કાઢી નાખવામાં સક્ષમ

મુંબઇ : જો વોટ્સએપ પર કોઈ મેસેજ ખોટો આવે છે, તો અહીં ડીલીટ ફોર એવરીવનનું ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર વર્ષ 2017માં રજૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, તમે મેસેજ મોકલ્યાની માત્ર 8 મિનિટની અંદર તેને કાઢી નાખવામાં સક્ષમ હતા. બાદમાં સમય વધારીને 1 કલાક 8 મિનિટ અને 16 સેકન્ડ કરવામાં આવ્યો હતો. જો કે હજુ પણ ઘણી વખત સમય પૂરો થયા પછી આપણે મેસેજ ડિલીટ કરવાનું યાદ રાખીએ છીએ.

ટૂંક સમયમાં આ સમસ્યાનો અંત આવવાનો છે. રિપોર્ટ અનુસાર વોટ્સએપ હવે મેસેજ ડિલીટ કરવાની સમય મર્યાદાને 2 દિવસથી વધુ કરવા જઈ રહ્યું છે. WABetaInfo અનુસાર, WhatsApp પર કોઈપણ મેસેજ ડિલીટ કરવાની સમયમર્યાદા 2 દિવસ અને 12 કલાક સુધી લંબાવવામાં આવી રહી છે. એટલે કે હવે તમે સરળતાથી મેસેજ ડિલીટ કરી શકશો.

WABetaInfoએ જણાવ્યું હતું કે “WhatsApp આખરે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે નવી સમય મર્યાદા રજૂ કરી રહ્યું છે! અગાઉની મર્યાદા 1 કલાક, 8 મિનિટ અને 16 સેકન્ડની હતી. અમે ગઈકાલે મોકલેલા સંદેશને કાઢી નાખવાનો પ્રયાસ કર્યો અને તે કામ કર્યું! અમે એ પણ પુષ્ટિ કરી શકીએ છીએ કે નવા સમયમર્યાદા ખરેખર 2 દિવસ અને 12 કલાક છે.”

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે WhatsApp ડિલીટ ફોર એવરીવન ફીચર માટે કેટલાક અન્ય ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. જો તમે ગ્રુપ એડમિન છો, તો ગ્રુપમાં કોઈપણ મેસેજને ડિલીટ કરવા માટે ટૂંક સમયમાં વધુ એક ફીચર આવી રહ્યું છે.

(5:12 pm IST)