Gujarati News

Gujarati News

News of Sunday, 3rd July 2022

મહારાષ્‍ટ્રના અમરાવતીમાં નુપુર શર્માને સમર્થન કરનાર કેમિસ્‍ટરની ઘાતકી હત્‍યા કેસની તપાસ NIA ને સોંપવાની જાહેરાત કરતા કેન્‍દ્રીય ગૃહમત્રી અમિતભાઇ શાહ

હત્‍યા પાછળનું કાવતરૂ, આતંકી સંગઠનોની સંડોવણી, આંતરરાષ્‍ટ્રીય સંબંધોની ઉંડી તપાસ કરાશે

મુંબઇ : મહારાષ્‍ટ્રમાં કેમિસ્‍ટરની હત્‍યાની તપાસ નેશનલ ઇન્‍વેસ્‍ટીગેશન અેજન્‍સીને સોંપવાની જાહેરાત કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે કરી છે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટની ઘાતકી હત્યા કેસની તપાસ હવે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કેસમાં એનઆઈએ તપાસનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્વિટ કરીને આ વાતની જાણ કરી હતી. ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં એવું જણાવાયુ હતું કે 21મી જૂનના દિવસે અમરાવતીના કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ઘાતકી હત્યા કેસની તપાસ ગૃહમંત્રાલયે એનઆઈએને સોંપવાનો આદેશ આપ્યો છે.

કેમિસ્ટની હત્યા પાછળનું કાવતરુ, આતંકી સંગઠનોની સંડોવણી, આંતરરાષ્ટ્રીય સંબંધ વગેરેની ઊંડી તપાસ કરવામાં આવશે.

મહારાષ્ટ્રના અમરાવતીમાં 22 જૂનના રોજ એક 50 વર્ષના શખ્સનું ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી. જે બાદ અમરાવતી પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પીડિત શખ્સ મેડિકલ સ્ટોર ચલાવતો હતો અને તેને નૂપુર શર્માનું સમર્થન પણ કર્યું હતું. કહેવાય છે કે, હત્યા પાછળ આ જ કારણ હોઈ શકે છે. આ શખ્સે હાલમાં જ નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુકમાં એક પોસ્ટ કરી હતી. પોલીસ સૂત્રોનું કહેવુ છે કે, ચારેય આરોપીઓએ જણાવ્યું છે કે, તેમણે આ ઘટના એક શખ્સના કહેવા પર કરી છે.

હાલમાં પોલીસ માસ્ટર માઈન્ડની શોધ કરી રહી છે. તો વળી હત્યા બાદ આજૂબાજૂના લોકો પણ ભડકી ગયા હતા. લો એન્ડ ઓર્ડર ખરાબ ન થાય એટલા માટે પોલીસ આ મામલો વધારે બહાર આવવા દેતી નથી. પોલીસે પહેલા દિવસે એવું કહીને આ મામલો દબાવી દીધો હતો કે, આ આખી ઘટના લૂંટના મામસા પર છે, જેને લઈને NIA તપાસ કરવા માટે પહોંચી છે. મહારાષ્ટ્રના અમરાવતીમાં ગત અઠવાડીયે 22 જૂને એક વેપારીની હત્યાને લઈને ચર્ચા જોરશોરથી ચાલી હતી. જીવ ગુમાવનારા શખ્સની ઉંમર 50 વર્ષ હતી અને તે મેડિકલના સાધનોનો વેપાર કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ શખ્સનું નામ ઉમેશ કોલ્હે છે. હુમલાખોરોએ કોલ્હે પર હુમલો કરીને ગળુ કાપી નાખ્યું હતું.

(2:20 pm IST)