Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સાંજે દિલ્હી-NCRમાં 4.7નો ફરી ભૂકંપઃ છેલ્લા 3 મહિનામાં 15મો આંચકો : લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી 60 કિમી દક્ષિણ-પશ્ચિમે હરિયાણાના ગુરુગ્રામમાં હતું.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સાંજે ફરી ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો . રિક્ટર સ્કેલ પર 4.7ની તીવ્રતાના આંચકા બાદ સેંકડો લોકો ગભરાઇને ઘરોની બહાર દોડી આવ્યા હતા. દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં છેલ્લા 3 મહિનામાં આ 15 આંચકો હોવાનું ભૂસ્તર વિભાગે જણાવ્યું છે.

ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી 60 કિમી દક્ષિણ-પશ્ચિમે હરિયાણાના ગુરુગ્રામમાં હતું. જમીનની સપાટીથી 35 કિમીટર ઊંડાણમાં હતું. જો કે દિલ્હી ઉપરાંત નોઇડા, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં આંચકા અનુભવાયા હતા. કોરોનાની વચ્ચે છેલ્લા બે મહિનાથી ભૂકંપના આંચકા દિલ્હીવાસીઓના દિલ હચમાચાવી રહ્યા છે. શુક્રવારે સાંજે 7.0 વાગ્યા બાદ આવેલા આંચકાઓથી લોકોમાં ભય ફેલાઇ ગયો છે.

   ભૂકંપ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી હતી કે, દિલ્હીમાં થોડા સમય પહેલાં ભૂકંપની હળવા આંચકા અનુભવાયા હતા. હું આશા રાખું છું કે તમે બધા સલામત છો, પોતાની કાળજી રાખો.

(11:11 pm IST)