Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

દેશની દરેક મેડિકલ કોલેજોમાં ઓબીસી ને અનામત આપો : અનુસૂચિત જાતિ ,જનજાતિ ,તથા આર્થિક પછાત માટે અનુક્રમે 15 ટકા ,7.5 ટકા અને 10 ટકા અનામત છે તો ઓબીસી માટે કેમ નહીં ? : સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી મોદીને પત્ર લખી અવાજ ઉઠાવ્યો

ન્યુદિલ્હી : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન શ્રી મોદીને પત્ર લખ્યો છે.જેમાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓબીસી માટે અનામત બેઠક રાખવાની માંગણી કરી છે.
તેમણે લખ્યું છે કે દેશની દરેક મેડિકલ કોલેજોમાં અનુસૂચિત જાતિ ,જનજાતિ ,તથા આર્થિક પછાત માટે અનુક્રમે  15 ટકા ,7.5 ટકા અને 10 ટકા અનામત છે તો ઓબીસી માટે કેમ નહીં ?
તેમણે ઉમેર્યું હતું કે નીટ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં આ જોગવાઈ જરૂરી છે.હાલમાં માત્ર કેન્દ્રીય કક્ષાએ આ જોગવાઈ છે જે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પાડવી જોઈએ.

 

(6:55 pm IST)