Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હીરો સાઇકલ કંપની બની દેશની " હીરો " : ચીન સાથેનો 900 કરોડ રૂપિયાનો સોદો રદ કર્યો

ન્યુદિલ્હી : દેશની સાઇકલ બનાવતી અગ્રણી કંપનીએ દેશદાઝ બતાવી ચીન સાથેનો 900 કરોડ રૂપિયાનો સોદો રદ કરી નાખી ખરા અર્થમાં દેશના હીરો તરીકે સ્થાન મેળવ્યું છે.
લડાખ સરહદે ચાલી રહેલા ચીન સાથેના સંઘર્ષ મુદ્દે એક પછી એક આર્થિક પગલાંઓ ભરી ચીનની કેડ ભાંગી નાખતા પગલાંઓ લેવાઈ રહ્યા છે.જે મુજબ ચાઈનીઝ માલનો બહિષ્કાર શરૂ થઇ ગયા છે.ચીન સાથેના ભારતના અનેક કરારો રદ થવા લાગ્યા છે.ચીનની 59 એપ ઉપર પણ ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.તેવા સંજોગોમાં દેશની સાઇકલ ઉત્પાદન ક્ષેત્રે નંબર વન ગણાતી હીરો કંપનીએ પણ ચીન સાથેનો 900 કરોડ રૂપિયાનો સોદો રદ કરી નાખ્યો હોવાનું કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પંકજ મુંજાલે જણાવ્યું છે.તેમણે આત્મનિર્ભર ભારત પગલું ભર્યું છે.

(6:47 pm IST)