Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નોટબંધી અને આર્ટીકલ ૩૭૦ હટાવવા છતાંય કાશ્મીરમાં સ્થિતિ જેમની તેમ છેઃ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી પણ થઈ શકી નથી

શિવસેનાના ''સામના''માં જનોઈવઢ પ્રહારો

કેન્દ્રમાં મજબૂત સરકાર છે છતાં પણ નવનિર્મિત જમ્મુ- કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ કેમ નથી? કાશ્મીરની સડકો ઉપર રોજ લોહી વહે છેઃ જવાનો શહિદ થાય છેઃ નિર્દોષોના જીવ જઈ રહ્યા છેઃ નોટબંધી છતા આતંકી  ગતિવિધી અને બનાવટી નોટોના ત્રાસમાંથી કોઈ મુકિત નથી મળીઃ તાજેતરની મૂઠભેડમાં ૩વર્ષનો બાળક તેના દાદાના મૃતદેહ ઉપર બેઠો છે તે તસ્વીર હૃદયદ્રાવક છેઃ આ મૂઠભેડએ સમયે થયેલ જયારે આંતકીઓએ સીઆરપીએફની ટૂકડી ઉપર હુમલો કરેલ જેમાં એક જવાન શહિદ થયેલ અને વૃદ્ધ દાદાનું મોત નિપજેલઃ તેના ૩વર્ષના પૌત્રને પાછળથી જવાનોએ જીવિત બચાવી લીધેલ આવી તસ્વીરો માત્ર સિરીયા, ઈજિપ્ત, સોમાલિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં સામે આવે છેઃ કેન્દ્ર સરકારની તસ્વીરને નુકશાન થયું છેઃ જવાનોએ બાળકને તો બચાવી લીધું પણ તેનું ભવિષ્ય શું? મોદી સરકાર પાસે છે જવાબ? સરકારે કાશ્મીરમાં અલગાવવાદીઓ અને લડાખમાં ચીનાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઈએઃ શિવસેનાના મુખપત્ર સામનાનો તંત્રી લેખ

(4:07 pm IST)