Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સૈફનો બફાટ

નેપોટિઝમ પર ટિપ્પણી કરવા બદલ સૈફ અલી ખાન ટ્રોલર્સના નિશાન

મુંબઈ, તા. ૦૩: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ માટે કામ અંગેનું ડિપ્રેશન અને નેપોટિઝમનું કારણ બહાર આવતા જ બોલિવુડના તમામ સેલેબ્સ કે જેઓ ભલામણ દ્વારા ફિલ્મો મેળવતા હોય તેઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભારે આક્રોશનો માહોલ છે. તેવામાં એક પછી એક બોલિવુડ સ્ટાર્સના આ અંગેના નિવેદનો પણ વિવાદ વધારવાનું કામ કરી રહ્યા છે.

હાલમાં પ્રિયંકા ચોપરાના એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેણે બોલિવુડમાં નેપોટિઝમ વિશે કબૂલાત કરી હતી. તેના પછી હવે વિતેલા જમાનાની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરના પનોતા પુત્ર સૈફ અલી ખાન પણ બફાટ કરતા પોતે નેપોટિઝમનો શિકાર થયો હોવાની ટિપ્પણી કરી છે. જેને પગલે સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા તે ખૂબ જ ટ્રોલ થયો છે.

એક યુઝરે લખ્યું, 'હજી કેટલું ખોટું બોલશો? શરમ નથી આવતી ?' અન્ય એક યુઝરે લખ્યું, 'આજની સૌથી મોટી મજાક એ જ છે કે સૈફ અલી ખાન જેવો વ્યક્તિ નેપોટિઝમનો શિકાર થયો છે.'

અન્ય એક યુઝરે તેને જવાબ આપતા જણાવ્યું, 'તમે જે કહી રહ્યા છો તે ચર્ચા કરવા માટે, સાંભળવા માટે સારું છે પરંતુ પ્રેક્ટીકલી શક્ય નથી. કેમ કે જો તમે સાચું બોલી રહ્યા હોવ તો અમારે માની લેવું પડશે કે જલેબી સીધી હોય છે, બિચારી અનન્યા પાંડે પણ સંઘર્ષ કરીને આગળ આવી છે, કરણ જોહર પણ 'પ્રતિભાશાળી' સ્ટાર સંતાનોને તક આપે છે.'

આ પહેલા પણ લોકડાઉનમાં સૈફ અલી ખાન કરીના તથા તૈમુર સાથે માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા ટ્રોલ થયો હતો.

(3:47 pm IST)
  • આજનો દિવસ રાજકોટ માટે અતિ ભારે રહ્યો : મોડી રાત્રે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : શાંતવન સોસાયટીમાં રહેતા 40 વર્ષીય રવિરાજસિંહ જાડેજા અને તુલીપ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય દિનેશભાઇ દેડકીયાને કોરોના વળગ્યો :લોકો ફફડી ઉઠ્યા : શહેરમાં કુલ 187 કેસ થયા : જિલ્લામાં 142 કેસ મળીને કુલ કેસની સંખ્યા 329 થઇ access_time 12:11 am IST

  • ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 21,947 નવા કેસ નોંધાયા: રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 6,27,168 કેસ થયા : 2,28,975 એક્ટિવ કેસ :કુલ 3,79,902 દર્દીઓ રિકવર થયા :વધુ 378 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 18,225 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6328 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,86,626 થઇ: તામિલનાડુમાં નવા 4343 કેસ :દિલ્હીમાં વધુ 2373 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1502 નવા કેસ : તેલંગાણામાં નવા 1213 કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ વધવા સાથે રેકોર્ડબ્રેક 19,999 દર્દીઓ રિકવર થયા access_time 1:15 am IST

  • શ્રીનગરમાં એન્કાઉન્ટરઃ સીઆરપીએફ જવાન શહીદઃ એક આતંકીને ફુંકી માર્યો : શ્રીનગરના મલબાગ વિસ્તારમાં મુઠભેડ ચાલુઃ સોમવારે શ્રીનગરમાં ''દરબાર'' ફેરવાશે (સચીવાલય ફેરવાશે) ત્યારે આતંકીઓ મોટી ધમાલ સર્જવાની ફિરાકમાં હોવાનું કાશ્મીર પોલીસના આઇજી વિજય કુમાર જણાવે છે. access_time 12:49 pm IST