Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હાય હાય... કોરોના સંક્રમણના સક્રિય કેસ સંદર્ભે ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને પહોચ્યું

સક્રિય કેસ થયા ૨,૨૭,૪૩૯ : ભારત રૂસથી આગળ નીકળી ગયું : પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે છે બ્રાઝીલ કેસ છે ૧૫,૧૪,૬૧૩ અને ૫,૨૩,૨૧૬

નવી દિલ્હી તા. ૩ : વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં આજે પ્રથમવાર એક દિવસમાં કોરોનાના ૨૧ હજારની નજીક કેસ નોંધાયા છે. દેશમાં ૨૪ કલાકમાં ૨૦,૯૦૩ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૩૭૯ના મોત થયા છે ત્યારબાદ દેશમાં કુલ કેસની સંખ્યા ૬,૨૫,૫૪૪ થઇ છે (સ્વાસ્થ્ય મંત્રાલય)ના આંકડા મુજબ તેમાંથી ૨,૨૭,૪૩૯ સક્રિય કેસ છે. ભારત કોરોના સંક્રમણના કુલ કેસ ચોથા નંબર પર છે. બીજી બાજુ સક્રિય કેસના સ્તરે હવે ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે.

કુલ કોરોના સંક્રમણના કેસના મામલે ૨૮,૩૭,૧૮૯ કેસની સાથે અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અમેરિકા ૧૫,૧૪,૬૧૩ સક્રિય કેસની સાથે પહેલા સ્થાન પર છે અને બીજા સ્થાન પર બ્રાઝીલ છે. જ્યાં કુલ ૧૫,૦૧,૩૫૩ છે અને સક્રિય કેસ ૫,૨૩,૨૧૬ છે. ત્યારબાદ કુલ કેસના ત્રીજા સ્થાન પર ૬,૬૧,૧૬૫ કેસની સાથે રશિયા છે. સક્રિય કેસ મામલે ભારત રશિયાથી આગળ નીકળી ગયું છે. રશિયામાં સક્રિય કેસ ૨,૨૨,૫૦૪ છે. જ્યારે ભારતમાં આ આંકડો ૨,૨૭,૪૩૯ થયો છે.

(3:41 pm IST)