Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

લોકડાઉને ભારે કરી.....

જર્મન ભાષા બોલતો ગાઇડ ઘાસચારો વેચે છે

જોધપુરઃ કોરોના મહામારીના કારણે અમલી લોકડાઉનમાં લોકોની હાલત ખરાબ થઇ ગઇ છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ ઠપ થઇ જતા લોકોએ રોજી રોટી માટે પોતાના વર્ષો જૂના ધંધા બદલાવી નાખ્યા છે.  લોકો જૂનું કામ છોડીને નવું કામ શોધવા મજબુર થઇ ગયા છે. લોકડાઉન પહેલા સુંદરસિંહ ખીચીં જર્મન ભાષાના ગાઇડનું કામપોતાનું ગુજરાન ચલાવતો હતો. પણ, લોકડાઉનમાં પ્રવાસીઓ આવવાના બંધ થતા તે હવે પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘાસચારો વેચી રહ્યો છે. તેણે જર્મન ભાષાનો કોર્સ કરીને તે ભાષા શીખી હતી અને ૩૨ વર્ષથી જર્મન ભાષાના ગાઇડનું કામ કરતો હતો.

(3:10 pm IST)