Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ટુંક સમયમાં શરૂ થઇ શકે છે ઇન્ટરનેશનલ ફલાઇટ

અમેરિકા અને કેનેડા સહિત ઘણાં દેશો સાથે વાતચીત

નવી દિલ્હી,તા.૩ : ભારત આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા માટે અમેરિકા અને કેનેડા ઉપરાંત યુરોપ અને ખાડી વિસ્તારના દેશો સાથે વાતચીત કરી રહ્યું છે. આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતીના પ્રયાસો થઇ રહ્યા છે. જેથી તેમની એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરીથી શરૂ કરવાની પરવાનગી મળી શકે છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ચેરમેન અરવિંદ સિંહે આ માહિતી આપી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ૨૩ જૂને કહ્યું હતું કે ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાંસ સાથે અદ્વિતિય વ્યવસ્થા કરવાના પ્રયાસમાં છે.

આ વ્યવસ્થા હેઠળ બે વિદેશી એરલાઇન્સો એક બીજાને ત્યાં આવવા-જવાની ફલાઇટો ઓપરેટ કરે છે. અરવિંદસિંહે કહ્યું કે ગુરૂવારે સવારે મારી ઉડ્ડયન મંત્રાલયમાં એક મહત્વ પુર્ણ વ્યકિત સાથે વાત થઇ, જે આ દેશો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે અમે લગાતાર સંપર્કમાં છીએ. અમારો પ્રયાસ આના પર સહમતિ ઉભી કરવાનો છે. જેથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવાનો માર્ગ ખુલ્લો થાય.

કોરોના મહામારીનાં કારણે આંતરષ્ટ્રીય ઉડ્ડયનો ૨૩ માર્ચથી બંધ છે. યુરોપી સંઘે કોરોનાના વધતા કેસોને કારણે હાલમાં ભારતથી ઉડ્ડયનોને પ્રતિબંધીત કરેલ છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપપુરીએ ૨૦ જુને કહ્યું હતું કે સરકાર મધ્ય જુલાઇથી આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે વિચારી રહી છે.

(3:10 pm IST)