Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

જિનપિંગ હમશકલ ગાયક ઉપર પ્રતિબંધ !!!

જાણીતા ઓપેરા સિંગર ''લીઉ કેકીંગ'' પર ચીને પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિંનપિંગ જેવા દેખાતા હતા. એમને ઓનલાઈન સેંસર કરી દેવાયા છે.  આ પહેલા ચીનમાં કાલ્પનિક પાત્ર '' વિની દ પહું'' ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. કારણ કે ઈન્ટરનેટ પર જિનપિંગની તુલના એની સાથે કરવામાં આવતી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર ૬૩ વર્ષના ''લિઉ કેકિંગ'' ટિકટોક જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Douyin પર એકિટવ હતા. તેના આ એકાઉન્ટ અનેક વખત બ્લોક કરી દેવામાં આવેલ છે. તેઓ જિનપિંગની ઈમેજ વાયોલેશન કરતા હતા. કેકિંગ બર્લિનમાં રહે છે અને Douyin પર એના ૪૧,૦૦૦ ફોલોઅર્સ છે. આ પ્લેટફોર્મ પર તે સિંગિંગ ટ્યુટોરિયલ શેર કરે છે. એનો અને જિનપિંગનો ચહેરો મળતો આવે છે. રેડિયો ફ્રી ઈન્ટરનેશનલના જણાવ્યા અનુસાર તા.૧૦ મેના રોજ કેકિંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ઈમેજ વાયોલેશનને કારણે એનું એકાઉન્ટ બ્લોક કરી દેવાયું. આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, એના પ્રોફાઈલ પિકચર્સથી શી-જીનપીંગનું ઈમેજ વાયોલેશન થતું હતું.

 ગાયકે કહ્યું કે, મેં મારી ઓળખ સંબંધીત પુરાવાઓ આપ્યા છે અને હવે એપ્રુવલ મળે એની રાહ જોઈ રહ્યો છું. ગાયકે ઉમેર્યું કે, ત્રીજી વખત એવું બન્યું છે કે, એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ કિલપ ડીલીટ કરી દેવામાં આવી હતી. પછી બીજું એક એકાઉન્ટ બનાવ્યું પણ એને પણ ડીલીટ કરી દેવામાં આવ્યું છે. હાલ તે સોશિયલ મીડિયામાં એકિટવ છે પણ તેની  અનેક કોમેન્ટ બ્લોક કરી દેવામાં આવી છે. આ ગાયક પર એવો આરોપ મૂકાયો છે કે, તે ચીનના રાષ્ટ્રપ્રમુખના ચહેરનો ઉપયોગ કરી બીજા ફાયદાઓ ઊઠાવે છે. રાષ્ટ્રપતિની પ્રતિષ્ઠા બચાવવા માટે ચીન તરફથી અનેક  ટિકાનો સામનો કરવો પડ્યો છે. જો કે ચીનની સરકારને આનાથી કોઈ ફેર પડતો નથી. આ ગાયક ચીનની સરકાર પાસે પુરાવાઓ રજૂ કરી ચૂકયા છે. આ પહેલા એક ફૂડ વેન્ડરનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એનો ચહેરો પણ જિનપિંગને મળતો આવતો હતો.

(3:07 pm IST)