Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

સોનામાં વધતો રોકાણકારોનો વિશ્વાસ : છ મહિનામાં 25 ટકાનું રિટર્ન

છેલ્લા બે દિવસથી ઊંચા મથાળેથી દબાણ : સંકટ સમયના સાથી મનાતા સોનામાં વધતું રોકાણ : લોકડાઉનમાં પણ 12 ટકાનું વળતર

રાજકોટ : સંકટ સમયના સાથી મનાતા સોનામાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે, વૈશ્વિક અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ, કોરોના મહામારી અને સરહદે તણાવ વચ્ચે સોનાનો ભાવ દિનપ્રતિદિન નવી ટોચે આંબ્યો છે

  સોનામાં ઓલ ટાઈમ ઉંચી સપાટીએ પહોંચ્યું છે સોનાએ 50 હજારની સપાટી કુદાવી છે જોકે હાજરભાવ થોડો ઓછો થયો છે  દેશભરના બુલિયન બજારોમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 48490 રૂપિયા હતો.

 આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન જ્યારે લોકડાઉન અને અન્ય કારણોસર અર્થવ્યવસ્થામાં પલટો આવ્યો હતો. ત્યારે સોનામાં 12 ટકાનું વળતર મળ્યું હતુ. આ અગાઉ જૂન મહિનામાં સોનાએ 10 ગ્રામ દીઠ રૂ. 48,589 નો રેકોર્ડ બનાવ્યો હતો. આ વર્ષની શરૂઆતથી આજ સુધીમાં લગભગ છ મહિનામાં સોનામાં 25 ટકાનો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ સોનું 10 ગ્રામ દીઠ 39,000 ની આસપાસ હતું.

   જાણકારોના માનવા મુજબ કોરોના વાયરસના ચેપના નવા કેસોમાં વધારો થવાને કારણે લોકો સલામત રોકાણ સાધન તરીકે સોના પ્રત્યેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને તેના કારણે તેણે માર્ચ 2016 પછીના ત્રિમાસિક ગાળામાં સૌથી વધુ વળતર આપ્યું છે.

  મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે હવે ટૂંકાગાળામાં સોનામાં વધુ વધારો કરવાની તક ઓછી છે. જો કે, કેટલાક લોકો હજી પણ માને છે કે શોર્ટ ટર્મમાં સોનું વધુ ઉંચાઇએ સ્પર્શશે.  ભારતમાં સોનું 48,550 થી 49,200 ની આસપાસ રહી શકે છે

(2:09 pm IST)