Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

લંડનમાં ભારતીય મૂળના રાજેશ વર્માના હત્યારાઓ વિષે માહિતી આપનારને 20 હજાર પાઉન્ડનું ઇનામ : 2003 ની સાલમાં હુમલો થયો હતો : હજુ સુધી કોઈની ધરપકડ થઇ શકી નથી

લંડન : લંડનમાં 2003 ની સાલમાં ભારતીય મૂળના 42 વર્ષીય રાજેશ ' રાજ ' વર્મા ઉપર 8 લોકોએ હુમલો કર્યો હતો.જે પૈકી એકે માથાના ભાગ ઉપર તીક્ષ્ણ હથિયાર મારતાં  તેઓ માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા.અને 2018 ની સાલમાં તેમનું મૃત્યુ થયું હતું

આથી 17 વર્ષ પહેલાનો આ કેસ સ્કોટલેન્ડ પોલીસે ફરીથી ઉખેડ્યો છે.અને ફરીવાર હત્યારાઓ વિષે માહિતી આપનાર માટે 20 હજાર પાઉન્ડનું ઇનામ જાહેર કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:07 pm IST)