Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

હોંગકોંગના 30 લાખ નાગરિકોને બ્રિટનના નાગરિકત્વની ઓફર : ચીને નેશનલ સિક્યુરિટી કાનૂન લાગુ કરતા રઝળી પડેલા નાગરિકો માટેની બ્રિટનની ઓફરથી ચીન ખફા : અમારી આંતરિક બાબતમાં દખલ કરશો તો જડબાતોડ જવાબ આપશું

લંડન : ચીને હોંગકોંગમાં નેશનલ સિક્યુરિટી કાનૂન લાગુ કરતા રઝળી પડેલા 30 લાખ નાગરિકોને બ્રિટને પોતાના દેશનું નાગરિકત્વ આપવાની ઓફર કરી છે.પરંતુ આ ઓફરથી ચીન ગિન્નાયું છે.તથા તેણે જણાવ્યા મુજબ અમારી આંતરિક બાબતમાં માથું મારશો તો અમે તમને તમારી ભાષામાં જવાબ આપશું
ઉલ્લેખનીય છે કે હાલમાં ચીનના કબ્જામાં રહેલું હોંગકોંગ અગાઉ બ્રિટનના તાબામાં હતું

 

(1:45 pm IST)
  • ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 21,947 નવા કેસ નોંધાયા: રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 6,27,168 કેસ થયા : 2,28,975 એક્ટિવ કેસ :કુલ 3,79,902 દર્દીઓ રિકવર થયા :વધુ 378 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 18,225 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 6328 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,86,626 થઇ: તામિલનાડુમાં નવા 4343 કેસ :દિલ્હીમાં વધુ 2373 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1502 નવા કેસ : તેલંગાણામાં નવા 1213 કેસ નોંધાયા : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ વધવા સાથે રેકોર્ડબ્રેક 19,999 દર્દીઓ રિકવર થયા access_time 1:15 am IST

  • પાટનગર દિલ્હીમાં અત્યારે સાંજે સાત વાગ્યા આસપાસ કેટલાક વિસ્તારોમાં ધરતીકંપના આંચકા અનુભવાયા નું જાણીતા પત્રકાર રાજીવ ચોપરા નોંધે છે. access_time 7:36 pm IST

  • મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ : રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવક અને મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્ર થયા કોરોનાથી સંક્રમિત:.જિલ્લામાં કુલ કેસનો આંકડો 36 થયો access_time 6:38 pm IST