Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

બાકી દુનિયાથી ત્રણ ગણો ગરમ થયો દક્ષિણ ધ્રુવઃ ઝડપભેર પીગળી રહયો છે બરફ

ધરતી, વાયુ અને સમુદ્રનું તાપમાન સમગ્ર દુનિયામાં વધી રહયું છે પરંતુ આ વચ્ચે દક્ષિણ ધ્રુવનું તાપમાન બાકીની દુનિયાની તુલનામાં ત્રણ ગણુ વધ્યું છે. એટલે કે સાઉથ પોલ બાકીની દુનિયાથી ત્રણ ગણુ વધારે ગરમ થઇ ગયું છે. આ વાતનો ખુલાસો ર૯ વર્ષના અધ્યયન પછી થયો છે. વર્ષ ૧૯૮૯થી ર૦૧૮ સુધીના અભ્યાસમાં એવું બહાર આવ્યું છ કે દક્ષિણ ધ્રુવનું તાપમાન આ ર૯ વર્ષોમાં ૧.૮ ડીગ્રી સેલ્સીયસ વધ્યું છે. આ તાપમાન બાકીની દુનિયાથી ત્રણ ગણુ વધારે છે. દક્ષિણ ધ્રુવ પાસે ગરમીથી બચવાની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનીટી રહી નથી. એન્ટાર્કટીકાના બર્ફીલા પહાડો ઉપર તાપમાન ગરમીઓમાં માઇનસ ર૦ ડીગ્રી અને ઠંડીમાં માઇનસ ૬૦ ડીગ્રી સુધી પહોંચે છે. એન્ટાર્કટીકાના બર્ફીલા પહાડો અને થીજી ગયેલી જમીનનું તાપમાન વર્ષભર બદલતું રહે છે. પરંતુ પશ્ચિમ એન્ટાર્કટીકાનો હિસ્સો ર૦ મી સદીના અંતમાં ગરમ થવાનો શરૂ થયો. જયારે દક્ષિણ ધ્રુવના દુરના વિસ્તારોમાં તાપમાન ૧૯૮૦ થી ઠંડુ જ રહયું છે. છેલ્લા ર૯ વર્ષોમાં દક્ષિણ ધ્રુવ ઉપર આવેલા પશ્ચિમ એન્ટાર્કટીકાનો ભાગ ઝડપથી ગરમ થઇ રહયો છે. સાથોસાથ અહીંયાના બરફના ગ્લેશીયરો તુટી તુટીને સમુદ્રમાં વહી રહયા છે. જયારે પુર્વ એન્ટાર્કટીકાનો ભાવ તુલનાત્મક રૂપે ઠંડો છે. ગ્રીન હાઉસ ગેસોના કારણે તાપમાનમાં ૧ થી ૧.૮ ડીગ્રી સેલ્સીયસ સુધી વધારો થયો છે. આ ઇલાકાના વાતાવરણમાં થઇ રહેલી વધઘટ ખતરનાક છે.

(11:16 am IST)