Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

વેકસીન પહેલા જ કોરોનાનો ખાત્મો કરશે હર્ડ ઇમ્યુનિટી

સંશોધનકારોનો દાવો : ૨૦ ટકા લોકો સંક્રમિત થવાથી પેદા થશે હર્ડ ઇમ્યુનિટી : ૧૦ મોટા સંશોધનકારોનું નવુ સંશોધન મેડ રેકિસવમાં પ્રકાશિત થયું છે : ૬૦ ટકા વસ્તી સંક્રમિત થયે પણ હર્ડ ઇમ્યુનિટી થાય છે

નવી દિલ્હી તા. ૩ : કોરોનાની રસી તૈયાર થવામાં અને બધા સુધી પહોંચવામાં ઘણો સમય લાગશે. પણ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦ ટકા લોકો સંક્રમિત થયા પછી હાર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થવાથી કોરોના મહામારી ખતમ થવા લાગશે.

આ રિસર્ચરોના દાવામાં કેટલો દમ છે તે મેડ્રીડના આંકડાઓથી સ્પષ્ટ થઇ જશે, જ્યાં ૨૦ ટકા લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. મેડ્રીડના આંકડાઓ એકઠા કરાઇ રહ્યા છે. નેચર જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં કહેવાયું છે કે સામાન્ય રીતે ૬૦ ટકા વસ્તી સંક્રમિત થયા પછી હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થાય છે.

તેનાથી વાયરસની અસર નબળી પડવા લાગે છે. હાલમાં જ સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરોનામાં ૪૩ ટકા લોકો સંક્રમિત થવાથી હાર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરી શકાય છે. વૈજ્ઞાનિક સમુદાયમાં આ દાવા પર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં ૧૦ મોટા રિસર્ચરોનું એક નવું રિસર્ચ મૈડ રેકસીવમાં પ્રકાશિત થયું છે. જેમાં દાવો કરાયો છે કે હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે ૨૦ ટકા લોકોનું સંક્રમિત થવું પુરતું છે.

સ્કોટલેન્ડની રિસર્ચર ગબરાઇલા ગોમ્સ અનુસાર વાયરસના પ્રસારમાં જૈવિક અને વ્યવહારીક અંતર પણ અસર કરે છે એટલે ૨૦ ટકા લોકોના સંક્રમિત થવાથી હર્ડ ઇમ્યુનિટી પ્રાપ્ત કરી શકાય છે. બની શકે કે વિશ્વના ઘણા દેશો આ આંકડાએ પહોંચવાની નજીક પહોંચી ગયા હોય અને ત્યાં લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થઇ રહી હોય.

ગબરાઇલાએ કહ્યું કે તે પોતાનું રિસર્ચ આગળ વધારી રહી છે અને મેડ્રીડ શહેર ઉપરાંત બેલ્જીયમ, સ્પેન, પોર્ટુગલ, બ્રિટનની સ્થિતિનો અંદાજ લગાવી રહી છે.

(10:27 am IST)