Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

નેધરલેન્ડ અને થાઈલેન્ડની સરકારોએ વેશ્યાલયો અને રેડ લાઈટ એરીયાને ખોલવાની પરવાનગી આપી દીધી

કડક પ્રતિબંધો લાગુઃ કિસીંગ કરી નહી શકાયઃ ઝડપથી શ્વાસ પણ નહિ લઈ શકાયઃ સાફ-સફાઈનું ધ્યાન રાખવુ પડશેઃ બેંગકોકમાં બાર, કરાઓકે વેન્યુ, મસાજ પાર્લર વગેરે પણ ખુલી ગયાઃ હજારો સેકસ વર્કર્સ ફરી કામે પાછી ફરી

નવી દિલ્હી, તા. ૩ :. કોરોના વાયરસને કારણે લાગેલ લોકડાઉન હવે દુનિયાભરમાં ધીમે ધીમે પુરૂ થઈ રહ્યુ છે કે પછી તેમા ઢીલ આપવામાં આવી રહી છે. નેધરલેન્ડ અને થાઈલેન્ડની સરકાર હવે પોતાને ત્યાં વેશ્યાલયો અને રેડ લાઈટ એરીયાને ખોલવાની પરવાનગી આપી દીધી છે પરંતુ તે આકરા પ્રતિબંધો સાથે હશે. જેમ કે કિસ નહી કરી શકાય અને તો ઝડપથી શ્વાસ લઈ શકાશે.

બેંગકોકનો રેડ લાઈટ એરીયા ૩ મહિના બંધ રહ્યા બાદ ૧લી જુલાઈથી ખુલી ગયો છે. થાઈલેન્ડના બાર, કરાઓકે વેન્યુ, મસાજ પાર્લર વગેરે ખુલી ગયા છે કારણ કે છેલ્લા ૩૭ દિવસથી થાઈલેન્ડમાં કોરોનાનો એક પણ લોકલ કેસ સામે આવ્યો નથી. હવે હજારો સેકસ વર્કર ફરી પોતાને કામે લાગી ગઈ છે.

મળતા અહેવાલો મુજબ રેડ લાઈટ એરીયામાં જનાર લોકોએ કેટલાક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. તેઓએ પોતાના ચહેરા પરથી માસ્ક કાઢવાનો નહિ રહે, ખુદને આખેઆખા સેનેટાઈઝ થવુ પડશે, કિસીંગ નહી કરી શકે અને ઝડપથી શ્વાસ પણ નહી લઈ શકે.

રેડ લાઈટ એરીયામાં જતા પહેલા બધા ગ્રાહકોનંુ તાપમાન લેવામાં આવશે. તેમનુ પુરૂ સરનામુ, નામ, ઘરનુ ઠેકાણુ અને ફોન નંબરની નોંધ થશે. એટલુ જ નહિ ડાન્સ બારમાં જનારે સ્ટેજથી ૨ મીટરના અંતરે બેસવુ પડશે. અંદર મોજુદ લોકોએ પણ ૧ મીટરનું અંતર રાખવુ પડશે.

નેધરલેન્ડમાં પણ ૧લી જુલાઈથી રેડ લાઈટ એરીયા ખુલી ગયો છે. અહીં પણ થાઈલેન્ડ જેવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. બન્ને દેશોમાં પહેલેથી જ સેકસ વર્કર કડક હાઈજીન અને સાફસફાઈની પુરતી કાળજી રહી હતી કોરોના પછી તે વધી ગયુ છે.

પબ્લિક હેલ્થ એડવાઈઝર ડોબી મેનસીંક કહે છે કે રેડ લાઈટ એરીયામાં રહેતી સેકસ વર્કર્સ માટે કોવિડ-૧૯નો ખતરો વધુ છે કારણ કે તેઓનું કામ જ એવુ છે. તેથી લોકોએ પોતાની જરૂરીયાતને કડક પ્રતિબંધોમાં બાંધી પુરી કરવી પડશે કે જેથી બધા સુરક્ષિત રહે.

મોઈરા મોના નામની એક સેકસ વર્કરે જણાવ્યુ હતુ કે મેં પહેલેથી જ બધી સુરક્ષાની તૈયારી કરી લીધી છે. મેં જરૂરી કપડા, માસ્ક, મોજા, સર્જીકલ ફેસ માસ્ક વગેરે મંગાવી લીધા છે તેથી મને ચિંતા નથી. જે પણ નિયમ તોડશે તેને અમે નહીં બોલાવીએ.

(10:27 am IST)