Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મુંબઈમાં ઓમાન એરની ફલાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ, ; થયું :એન્જીનમાં ખરાબી :વિમાનમાં 206 પેસેન્જર હતા

મુંબઈથી મસ્ક્ત ઉડાન ભરી તેની 10 મિનિટ પછી જ મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કર્યું

 

મુંબઇથી મસ્કત જઈ રહેલી ઓમાન એરની ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ પર ઇમર્જન્સી લીન્ડીન્ગ કર્યું હતું  એન્જિનની નિષ્ફળતાને લીધે ફ્લાઇટ WY -204 ની કટોકટી ઉતરાણ કરવામાં આવી છે. વિમાનમાં 206 પેસેન્જર હતા તમામ સલામત હોવાના હેવાલ છે વિમાનની ઉતરાણ બપોરે 4:30 વાગ્યે થયું હતું. વિમાને જેવી મુંબઈથી ઉડાન ભરી તેની તરતજ 10 મિનિટ પછી મુંબઇ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતુ.

બુધવાર સાંજે મુંબઈ એરપોર્ટ પર  ઓમાન એરની મુંબઇ-મસ્કત ફ્લાઇટનું એન્જિન ફેલ થવાને કારણે ઉતરણ કર્યું હતુ.છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી.

સાંજે લગભગ 4.50 વાગ્યે એરક્રાફ્ટને એક એન્જિન સાથે વિમાનને સુરક્ષિત રીતે લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. પ્લેન પર આશરે 206 મુસાફરો હતા અને ઘટના દરમિયાન કોઈ જાનહાનિની કોઈ સમાચાર નહોતા.

(12:41 am IST)