Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સંઘ જમ્મુ- કાશ્મીર અને દક્ષીણી રાજયોમાં શાખાઓની સંખ્યા વધારશે

ઝાંસીમાં ચાલી રહેલ આરએસએસની બેઠકમાં નિર્ણય

નવીદિલ્હીઃ આરએસએસએ પોતાને રાષ્ટ્રીય સ્તરે  મજબુત કરવા માટે દક્ષીણી રાજયો અને સૌથી મહત્વપૂર્ણ જમ્મુ- કાશ્મીરમાં વધુ શાખાઓ લગાવવાનું શરૂ કરશે. ઝાંસીમાૂં સંઘની ચાલી રહેલ બેઠકમાં નકકી થયા મુજબ જે જગ્યાએ સંઘની મજબુત ઉપસ્થિતિ નથી ત્યાં પ્રવેશ કરવાનું નકકી થયું છે. આવનાર ધારાસભા અને ૨૦૨૪ની લોકસભાને ધ્યાનમાં રાખી કર્ણાટક, તામીલનાડુ અને કેરાળામાં પોતાનું કાર્ય વધારી દીધુ છે.

સંઘના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ અમે આ રાજયોમાં શાખા ખોલી રહ્યા છીએ જેથી સમર્થન મેળવી શકીએ. અમે તે લોકો સુધી પહોંચવા માંગીએ છીએ જે હિન્દી ભાષી નથી. સંઘએ રાજયોમાં ભાજપ માટે ગ્રાઉન્ડ તૈયાર કરવા માંગે છે જયાં હજુ સુધી સરકાર બનાવવા અને પોતાની રાજકીય ઉપસ્થિતિ સ્થાપિત કરવા સક્ષમ નથી થઈ શકી.

(1:14 pm IST)