Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સાઉદી અરબના આભા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર યમન વિદ્રોહીઓનો હુમલોઃ એક ભારતીય સહિત ૯ લોકો ઘાયલ

દક્ષીણી સાઉદી અરબના આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે યમન વિદ્રોહીઓએ ગઈકાલે રાત્રે હુમલો કરતા ૧ ભારતીય સહિત ૯ લોકો ઘાયલ થયા છે. તેમ સાઉદીનીત સૈન્ય ગઠબંધનના પ્રવકતાએ જણાવ્યુ હતુ. યમનમાં કોઅલીશન ફોર ધ સ્પોર્ટ ઓફ લેઝીટીમેસીના પ્રવકતા કર્નલ તુરકી અલ- મલિકીના નિવેદન મુજબ આભા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર થયેલ હુમલામાં ૯ લોકો ઘાયલ થયેલ જેમાં ૮ સાઉદી અરબના અને ૧ ભારતીય નાગરીક છે. બધા હાલત સ્થિર છે ઈલાજ ચાલી રહ્યો છે.  તેમણે હુમલા માટે હુતી મિલીશીયાને જવાબદાર ઠેરવ્યા છે. જો કે હુમલાના કારણે એરપોર્ટ ઉપર આવા- ગમન પ્રભાવીત થયેલ ન હતો. વિદેશ મંત્રાલય યુએઈ દ્વારા જણાવાયેલ કે રાજાશાહીની સુરક્ષાને કોઈપણ ખતરો યુએઈની સ્થિરતા અને સુરક્ષાને ખતરો માનવામાં આવશે.

(1:10 pm IST)