Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મલ્લિકા શેરાવતનો ધડાકો

એક પ્રોડયુસર મારા પેટ ઉપર ઇંડા ફ્રાય કરવા માંગતા હતાં

મુંબઇ, તા.૩: બોલિવૂડની બોલ્ડ એકટ્રેસ તરીકે જાણીતી મલ્લિકા શેરાવતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દેશના જાણીતા કોમેડી ટીવી શોમાં જયારે મલ્લિકા શેરાવતને પૂછવામાં આવ્યું કે લોકો રોટલી ગરમ કરવા માટે મલ્લિકા શેરાવતના ફોટોવાળા ન્યૂઝપેપરમાં રોટલી રાખતા હતા, શું આ સાચું છે? આ સાંભળીને મલ્લિકા શેરાવત હસવા લાગી હતી.

આ શોમાં મલ્લિકા શેરાવતે એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે એક ગીતના શૂટિંગ દરમિયાન પ્રોડ્યુસર મારી હોટનેસ જાણવા માગતા હતા, આ માટે તેમણે મને કહ્યું હતું કે હું તારા પેટ પર ઈંડા ફ્રાય બનાવવા માગું છું. પ્રોડ્યુસરે મને આ વાત એક કોરિયોગ્રાફર દ્વારા કરી હતી. કારણકે પ્રોડ્યુસર એવું જાણવા માગતા હતા કે હું કેટલી હોટ છું. મલ્લિકા શેરાવત જણાવ્યું કે તેણે આવું કરવા માટેની ના પાડી હતી.અહીં ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એકટ્રેસ મલ્લિકા શેરાવત તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તેણે વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ 'મર્ડર'માં પણ બોલ્ડ સીન આપ્યા હતા. મલ્લિકા શેરાવત અનેક હિટ બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

(11:34 am IST)