Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

આવકવેરા રિટર્નના ફોર્મ-૧માં પગાર, ટીડીએસ, એફડીની ડીટેઇલ ભરેલી જોવા મળશે

આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓને સવલત : આપેલી માહિતીમાં ફેરફાર કરી શકાશે

નવી દિલ્હી, તા. ૩ : આવકવેરા વિભાગે આવકવેરો ભરનારાઓને રિટર્ન ભરવામાં સવલત દેવા માટે નવી પહેલ કરી છે. વિભાગે આ વર્ષે આવકવેરા રિટર્ન ફોર્મ-૧ ભરનારાઓને પગાર, એફ પર વ્યાજથી થયેલી આવક અને ટીડીએસની માહિતી ભરેલી આપશે.

ગયા વર્ષ સુધી આવકવેરો ભરનારાઓએ આ બધી માહિતી જાતે ભરવી પડતી હતી. જો આ સુવિધાનો લાભ ઓન લાઇન રિટર્ન ભરનારને જ મળશે.

આવકવેરા વિભાગ કરદાતાઓને ફોર્મ-૧માં ફેરફારની છૂટ આપશે. જો કરદાતાઓને લાગે કે ફોર્મમાં પહેલાથી ભરેલી માહિતી બરાબર નથી તો તે પોતાની જાણ અનુસાર તેમાં ફેરફાર કરી શકશે. કરદાતા પોતાના દસ્તાવેજો અનુસાર, આવક, વ્યાજ અને પગારમાં સાચા આંકડાઓ ભરીને પોતાનું આવકવેરા રિટર્ન ફોર્મ જમા કરાવી શકશે.

ર૦૧૮-૧૯ના રિટર્ન ભરવા માટેની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે. ૩૧ ડીસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ ન કરનારે પ૦૦ રૂપિયા દંડ ચૂકવવો પડશે.

આ માહિતીઓ ભરેલી મળશે

* પાન નંબર, નામ, જન્મ તારીખ

* સરનામુ, આધાર નંબર, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇડી

* ટીડીએસ અને ટીસીએસની માહિતી

* મકાનનો પ્રકાર

* ઘર દ્વારા થતી આવક

* એફડી પર વ્યાજની આવક

* કલમ ૮૯ હેઠળ મળેલી કર છૂટ

* બેંક ખાતાની માહિતી

(12:41 pm IST)