Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

લોકસભામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સુધારા ખરડો 2019 પસાર

દેશમાં મેડિકલ શિક્ષણમાં પારદર્શિતા, જવાબદેહી અને ગુણવત્તા લાવવા માટેનો ખરડો હવે રાજ્યસભામાં મોકલાશે

નવી દિલ્હી :લોકસભામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સુધારા ખરડો 2019 પસાર કરાયો હતો  આ બિલનો હેતુ દેશમાં મેડિકલ શિક્ષણમાં પારદર્શિતા, જવાબદેહી અને ગુણવત્તા લાવવાનો છે. હવે રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ ખરડો બે વર્ષના સમયગાળાની મર્યાદા માટે મેડિકલ કાઉન્સિલના આધિપત્યની મંજૂરી આપશે

   દરમિયાન એક બોર્ડ ઓફ ગવર્નર મેડિકલ એજ્યુકેશન માટે ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલી નિયામક સંસ્થા ચલાવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન ડો. હર્ષવર્ધને આ ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો.

  તેમણે કહ્યું કે આ બિલ 16મી લોકસભા પસાર થઇ ચુક્યુ હતુ. પરંતુ રાજ્યસભામાં પસાર થઇ શક્યું ન હતુ. સંસદ ન ચાલવાના કારણે સરકાર આ બાબતનો વટહુકમ લાવી હતી. જો કે કોંગ્રેસના નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ સરકાર દ્વારા વટહુકમ લાવવાનો વિરોધ કર્યો હતો

(8:46 am IST)