Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મુંબઇમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાળ

મુંબઈ :દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સવારે નવ વાગ્યાથી શરુ થયેલા વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જી દીધી છે.

 

  એકધારા પડેલા વરસાદના કારણે આજે અંધેરીમાં એક ફુટ બ્રિજ તૂટી પડતા લોકલ ટ્રેનો પણ ખોટકાઈ ગઈ હતી. સવારે ઓફિસ જવાના ટાઈમે વરસાદ શરુ થતાં અનેક લોકોને ટ્રાફિકજામ તેમજ પાણી ભરાવાના કારણે હેરાન થવું પડ્યું હતું. વરસાદને કારણે મુંબઇના હાલ બેહાલ થયા છે.

(10:52 pm IST)