Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

પીએનબીના નાણાકીય કૌભાંડ મામલે એસઆઈટીની માંગની યાચિકા સુપ્રીમ કોર્ટે ફગાવી

વડાપ્રધાન અને નાણામંત્રી વિરુદ્ધ યાચિકામાં કરવામાં આવેલા આરોપો પર ભારે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી :સુપ્રીમ કૉર્ટે પંજાબ નેશનલ બેંકનાં છેતરપીંડિ સહિતનાં નાણાકીય કૌભાંડ મામલે વિશેષ તપાસ કમિટી માટે કરવામાં આવેલી જનહિત યાચિકા ફગાવી દીધી છે સુપ્રીમ કૉર્ટે કહ્યું કે પ્રધાનમંત્રી અને નાણામંત્રી સામે બિનજરૂરી અને અનુચિત વાતો કરવામાં આવી છે.

  મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનન્જય વાઈ.ચન્દ્રચૂડની ખંડપીઠે પ્રધાનમંત્રી અને નાણામંત્રી વિરુદ્ધ યાચિકામાં કરવામાં આવેલા આરોપો પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "અનાવશ્યક, અનુચિત અને દુ:ખ પહોંચાડે તેવા દાવા યાચિકામાં કરવામાં આવ્યા છે જેને જોતા અમે આ યાચિકા પર વિચાર કરવાના પક્ષમાં નથી. યાચિકા રદ કરવામાં આવે છે."

  આ જનહિત યાચિકા વકીલ મનોહર લાલ શર્માએ દાખલ કરી હતી અને તેમણે પંજાબ નેશનલ બેંક છેતરપીંડિ સહિતનાં મોટા નાણાકીય કૌભાંડોની તપાસ ન્યાયાલયની દેખરેખ હેઠળ વિશેષ તપાસ કમિટી દ્વારા કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કોઇપણ બેંક રાજકીય નેતૃત્વનાં હસ્તક્ષેપ વગર વધારે રકમ ના આપે.

(8:33 pm IST)