Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

હવે હોમ લોન પર લોકોની ચાલાકીથી બેંકોને નુકસાન

ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની સંખ્યા સતત વધી : ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની સંખ્યા વધવાથી બેંકોને વ્યાજથી આવક થતી નથી : એજન્ટોને કમિશન આપવા પડે છે

મુંબઇ, તા. ૨  :હોમલોન લેનાર લોકો હવે હાઈ રિટર્ન માટે લોનનો એક મોટો હિસ્સો ઓવરડ્રાફ્ટ એકાઉન્ટમાં મુકી રહ્યા છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે, લોન આપનાર આને કોઇ અન્ય ગ્રાહકોને આપવાની ઓફર ન કરે. ઓવરડ્રાફ્ટની સુવિધા લોકોને લોનના હિસ્સા બેંકના બચત ખાતામાં રાખવાની મંજુરી આપવામાં આવે છે. આમા ગ્રાહકોને ફાયદો એ પણ છે કે ખાતામાં વધારાના પૈસા રાખવા પર હોમ લોન ઉપર વ્યાજ પણ આપવાની જરૂર પડતી નથી. ગ્રાહકો દ્વારા ઓરવડ્રાફ્ટનો ઉપયોગ કરવાથી કર્જ આપનાર ચિંતાતુર છે. હકીકતમાં વ્યાજ ન મળવાના પરિણામ સ્વરુપે બેંકોને નુકસાન થઇ રહ્યું છે. હોમ લોન ઉપર લોકો સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે અને ચાલાકી કરી રહ્યા છે જેના પરિણામ સ્વરુપે બેંકોને નુકસાન થઇ રહ્યું છે. મધ્યમ વર્ગના ગ્રાહકો પરંપરાગતરીતે લોન લે છે જ્યારે અનુભવ મૂડીરોકાણકારો ઓવરડ્રાફ્ટનો ઉપયોગ કરે છે. ખાતામાં રહેલા વધારાના નાણાંને તેઓ કોઇ બીજા મૂડીરોકાણમાં ઉપયોગ કરી નાંખે છે. ફાઈનાન્સિયલ માર્કેટ અને રિયલ એસ્ટેટમાં હવે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ વધી રહ્યા છે. એસબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની સંખ્યા વધવાના પરિણામ સ્વરુપે બેંકોને વ્યાજથી થનાર આવક થઇ રહી નથી. જ્યારે એજન્ટને કમિશન આપવાની ફરજ પડે છે. બેંક આ સુવિધાને પરત લઇ રહી નથી પરંતુ તેમાં વધારાની શરતો જોડવાની તૈયારી કરી રહી છે. કેટલીક બેંકોએ હવે એવા ગ્રાહકોને લોન આપવાનો ઇન્કાર કરી દીધો છે જેમની લોનનો એક મોટો હિસ્સો બેંકમાં જમા છે. કેટલી મલ્ટીનેશનલ બેંક લોનની જમા રકમ ઉપર વધારાની ફી પણ લઈ રહી છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આશ્ચર્યજનક સ્થિતિ એ છે કે, બેંકોની પાસે કોઇ પ્રોડક્ટ છે પરંતુ તેઓ અન્ય કોઇને આપી શકે તેવી સ્થિતિમાં નથી. પહેલા આ સુવિધા મલ્ટીનેશનલ બેંકો આપતા હતા.

(12:00 am IST)