Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

મોદી સરકારને લોકપાલ નિયુક્તિ મુદ્દે સુપ્રીમ કોર્ટની ફટકાર :10 દિવસમાં સમય સીમા નક્કી કરવા આદેશ

નવી દિલ્હી:મોદી  સરકારને લોકપાલ મુદ્દે સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવી છે  આ કેસની સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે ૧૦ દિવસમાં સોગંધનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. તેમજ તેમા લોકપાલ નિયુક્તિની સમયસીમા પણ નક્કી કરવાનો આદેશ આપ્યો છે.

  ન્યાયમૂર્તિ આર. ભાનુમતી અને રંજન ગોગાઈ ની ખંડપીઠે સરકારને કહ્યું કે દેશના લોકપાલની નિયુક્તિને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તેથી ૧૦ દિવસની અંદર સોગંધનામુ દાખલ કરીને તેની નિયુકિત અંગેના સંભવિત ગતીની જાણકારી આપે. કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે લોકપાલ નિયુક્તિ સબંધમાં સરકાર તરફથી પક્ષ મુકયો હતો.

   આ ખંડપીઠે આ કેસની આગામી સુનવણી ૧૭ જુલાઈના રોજ નક્કી કરી છે. સુપ્રિમ કોર્ટ કોમન કોજ એનજીઓ તરફથી અવમાનના નોટીસ પર સુનવણી કરી રહી હતી. આ અરજીમાં ૨૭ એપ્રિલ ૨૦૧૭ના રોજ ન્યાયાલયના આદેશ છતાં લોકપાલ નિયુક્ત નહીં કરવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. ન્યાયાલયે ગત વર્ષે પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે પ્રસ્તાવિત સંશોધનોને સંસદમાં મંજુર થાય ત્યાં સુધી લોકપાલની નિયુક્તિમાં વિલંબ કરવો ન્યાયસંગત બાબત નથી

(12:00 am IST)