Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

દુબઇમાં રાજકોટના પ્રિતેશ અનડકટ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ થંડર ટીમનો વર્લ્ડ રેકોર્ડ : સુનીલ શેટ્ટી, કિકુ શારદા સહિતની ઉપસ્થિતિ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૩ :  દુબઇ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલએ-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ થંડર ટીમે ર૦ ઓવરમાં ૩૧૮ રન બનાવી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. સમાપન સમારોહમાં બોલીવુડના સ્ટાર્સની હાજરીથી દુબઇમાં ગુજરાતીઓને ઘેલું લગાડ્યું હતું.

મુળ રાજકોટના અને હાલ દુબઇ રહેતા પ્રિતેશ અનડકટ દ્વારા આયોજીત ર૦-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ દુબઇનાં ઇન્ટરનેશનલ સ્ટેડીયમ ખાતે રમાઇ હતી જેમાં સુનીલ શેટ્ટી, કિકુ શારદા સહિત ફિલ્મ કલાકારોએ હાજરી આપી હતી. 

આ ટુર્નામેન્ટમાં રાજકોટ થંડર અને સુલતાન ઓફ સુરત વચ્ચે દુબઇ સ્ટેડીયમમાં રમાયેલા મેચમાં રાજકોટ થંડર ટીમે ર૦ ઓવરમાં ૧ વિકેટે ૩૧૮ રનનો સ્કોર કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઓપનીંગ બેસ્ટ મેનોએ જ ર૭૩ રનની ભાગીદારી કરી હતી.

રાજકોટ થંડરનો આ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે.

રાજકોટ થંડર ટીમના કેપ્ટન અને ટુર્નામેન્ટના આયોજક પ્રિતેશ અનડકટ ઉપર આ રેકોર્ડથી અભિનંદનની વર્ષા થઇ હતી. આ ટુર્નામેન્ટે દુબઇમાં વસતા ગુજરાતીઓમાં પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

(4:14 pm IST)