Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

કોરોનાના સંકટથી ભારતના 82 ટકા લોકો નાણાકીય ભીંસમા મુકાયા : સર્વેનું તારણ

પગારદાર અને પ્રોફેશનલ વ્યક્તિઓની નાણાકીય સ્થિતિ પર અસર પડી

 

નવી દિલ્હી: ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો છે કે, કોરોના વાયરસની મહામારીથી પગારદાર અને પ્રોફેશનલ વ્યક્તિઓની નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર થઈ છે. સર્વેમાં 82 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું છે કે, તેઓ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.

રાષ્ટ્રીય સ્તરે થયેલા સર્વેમાં આશરે 5000 ઉત્તરદાતાઓએ ચકિત થઈ જવાય એવા કોઈ જવાબો આપ્યાં નથીઃ 94 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ આગામી થોડાં મહિના તેમના ખર્ચને લઈને વધારે સાવચેત રહેશે; 84 ટકાએ જણાવ્યું હતું કે, તેમણે ખર્ચ પર કાપ મૂક્યો હતો; અને 90 ટકાએ તેમની બચત અને નાણાકીય ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

(12:01 am IST)