Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ચીન વિરુદ્ધ અમેરિકાની કડક કાર્યવાહી: ચીનથી આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો

16મી જૂનથી એકપણ ફ્લાઇટને પ્રવેશ અપાશે નહીં

વોશિંગટન:અમેરિકા-ચીનના સંબંધો હવે વણસી રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકાએ ચીન વિરુદ્ધ એક મહત્વનુ પગલુ લેતા ચીનથી અમેરિકા આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 16 જૂનથી અમલમાં આવી જશે.અમેરિકાએ આ પગલુ ત્યારે ઉઠાવ્યુ છે જ્યારે દુનિયાની બે સૌથી મોટી સત્તાઓ વચ્ચે ફ્લાઇટ્સને લઇને વર્તમાન સંધિનું પાલન કરવામાં ચીન નિષ્ફળ રહ્યુ હતું. ચીનમાંથી ઉદભવેલી કોરોના મહામારી આજે દુનિયાના મોટાભાગના દેશોને શિકાર બનાવી ચૂકી છે. અહીં સુધી કે મહાસત્તા અમેરિકા આ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત બન્યુ છે. આ મહામારીના ફેલાવાના મુદ્દાને લઇને ચીન-અમેરિકાના સંબંધો વણસી ચૂક્યા છે.

ચીની એરલાઇન્સએ મહામારી દરમિયાન પણ અમેરિકા માટે પોતાની તમામ ફ્લાઇટ્સ ચાલુ રાખી હતી. અમેરિકાએ ગત અઠવાડિયે ચીન પર અમેરિકન એરલાઇન્સ માટે ચીની ઉડાન ફરીથી શરુ કરના અસંભવ બનાવવાના આરોપ લગાવ્યા હતા. અમેરિકન પરિવહન વિભાગે સરકારી વેબસાઇટ પર આદેશ જારી કર્યો હતો કે ડેલ્ટા એલાઇન્સ અને યૂનાઇટેડ એરલાઇન્સ જૂનમાં ચીન માટે ઉડાન શરુ કરવા ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ્સ ફાઇવ વન પોલિસી હોવા છતા ચીન માટે ઉડાન ભરી નથી રહ્યા. આ પાછળ કારણ માનવામાં આવી રહ્યુ છે કે, અમેરિકન કંપનીઓએ ચીની નાગરિક ઉડ્ડયન પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંઘ પહેલા જ પોતાની સેવા રદ કરી દીધી હતી.

(10:22 pm IST)