Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

ખેડૂત દેશમાં ગમે ત્યાં પોતાનું અનાજ વેચી શકશેઃ કેબિનેટ

રોકાણ વધારવા એમ્પાવર્ડ ગ્રૂપ ઓફ સેક્રેટરીઝની રચના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો-દેશમાં રોકાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા

નવી દિલ્હી, તા. ૩   : ખેડૂત દેશમાં હવેથી ગમે ત્યાં તેનું અનાજ વેચી શકે છે. કોરોના સંકટ સમય દરમિયાન બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાં ખેડૂતો અને દેશમાં રોકાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કૃષિને લઈને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે ખેડૂતો માટે ૫૦ વર્ષથી ચાલી આવતા માંગ પૂર્ણ કરી છે. આવશ્યક વસ્તુ કાનૂન, એપીએસી એક્ટમાં ખેડૂતોના હિતોને ધ્યાનમા રાખીને સુધારા કરવામાં આવ્યા છે.

                ત્રીએ કહ્યું કે, આજે કૃષિ ઉત્પાદનની કોઈ અછત નથી અને એટલા માટે આવા સમયે બંધનયુક્ત કાયદાની જરુત નથી. આ કાનૂને રોકાણને અટકાવ્યું છે. તેના કારણે નિકાસ વધી નથી. એટલા માટે આજે આ લટકતી તલવારને સરકારે ખતમ કરી છે અને હવે ખેડૂતોને સૌથી સારી કિંમત મળશે. જાવડેકરે કહ્યું કે ખેડૂત ગમે ત્યાં હવે પોતાના ઉત્પાદનો વેચી શકશે. ખેડૂતોને વધારે ભાવે અનાજ વેચવાની મંજૂરી અપાઈ છે. જાવડેકરના કહેવા અનુસાર કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ભારતમાં વધુને વધુ રોકાણ થાય એ માટે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરીઝની રચના કરવામાં આવી છે. સાથે દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ હશે. તેનાથી ભારતમાં રોકાણ કરવું ખૂબ સરળ બની જશે. તેની ઇકોનોમીને બૂસ્ટ મળશે અને રોજગારના અવસર પણ વધશે.

(9:17 pm IST)