Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

લોકડાઉનના કેટલાક નિયમો ગેરબંધારણીય : આફ્રિકા કોર્ટ

લોકડાઉન આગામી ૧૪ દિવસ સુધી અમલી રહેશે : નોર્થ ગૌટેન્ગ હાઇકોર્ટે મંગળવારે નેશનલ લોકડાઉનના લેવલ ૩, લેવલ ૪ના હાલના નિયમનોની સમીક્ષાનો આદેશ

જોહાનેસબર્ગ, તા. ૩  : કોરોનાના ફેલાવાને અટકાવવા માટે સરકારના લોકડાઉન માટેના અમુક નિયમો 'ગેરકાયદેસર અને અમાન્ય' છે તેમ દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે ઠરાવ્યું છે. જોકે તે આગામી ૧૪ દિવસ સુધી અમલી રહેશે તેમ કોર્ટે કહ્યું છે. નોર્થ ગૌટેન્ગ હાઇકોર્ટે મંગળવારે નેશનલ લોકડાઉનના લેવલ ૩ અને લેવલ ૪ના હાલના નિયમનોની સમીક્ષાનો આદેશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ સોમવારે કોરોના વાયરસનો સામનો કરવા માટે પાંચ સ્તરની જોખમ આધારિત વ્યૂહના લેવલ ૩ની શરૂઆત કરી હતી.ઉલ્લેખનીય છે કે દેશમાં ૭૦૩ લોકોએ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. દેશમાં ૬૭ દિવસથી લોકડાઉન અમલી છે. કોર્ટે ૧૪ દિવસ માટેના લોકડાઉનને ગેરકાયદેસર ગણાવવાનો ઇનકાર કર્યો હતો. એનો મતલબ એમ થયો કે દેશમાં લેવલ ૩ના નિયમનો અમલી રહેશે.

(9:13 pm IST)