Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મોદી કેબિનેટે ૨ વટહુકમોને આપી મંજૂરી : ખેડૂતો માર્કેટ યાર્ડ બહાર અને ઈલેકટ્રોનિક મીડિયા ઉપર ખેતપેદાશો વહેંચી શકશેઃ કોઈ ટેકસ લાગશે નહિં

આવશ્યક ચીજવસ્તુધારામાં ઐતિહાસિક સુધારાને કેન્દ્રિય કેબીનેટની મંજૂરી

નવી દિલ્હી તા. ૩: આવશ્યક ધારામાં ફેરફારને મોદી કેબીનેટની મંજૂરી : ખેડૂત પોતાની ઉપજ હવે માર્કેટ યાર્ડોની બહાર ઈચ્છશે ત્યાં વેચી શકશે : ઐતિહાસિક સુધારોઃ આવશ્યક ધારામાંથી અનેક આઈટમો હટાવી લેવાઈઃ ઈલેકટ્રોનિક પ્લેટફોર્મ ઉપર ખેડૂતોને તેની ખેતઉપજ વેચવાની પણ મંજૂરી અપાઈ : માર્કેટયાર્ડ બહાર ખેત ઉપજ વેચવા ઉપર કોઈ ટેકસ લાગશે નહિં.

કોરોના વાયરસનાં સંકટ વચ્ચે આજે એક વાર ફરી કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં બુધવારનાં રોજ પ્રધાનમંત્રી આવાસ પર આ બેઠક યોજાઇ. સવારનાં અંદાજે ૧૧ વાગ્યાથી શરૂ થયેલી આ બેઠક બે કલાક સુધી ચાલી, જેમાં વરિષ્ઠ મંત્રીઓએ ભાગ લીધો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે.

જેમાં આવશ્યક વસ્તુ અધિનિયમ, ખ્ભ્ખ્ઘ્ અધિનિયમમાં સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ખેડૂત સીધાં જ પોતાનાં પાકને વેચી શકશે, હવે દેશમાં ખેડૂતો માટે એક દેશ એક બજાર રહેશે. આ પાકોને વિશે સાંજનાં ચાર કલાકે પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે.

કેબિનેટનાં નિર્ણયમાં આ સિવાય કૃષિ ઉત્પાદનોનાં ભંડારણની સીમા ખતમ કરવામાં આવી છે. માત્ર અતિ આવશ્યક પરિસ્થિતિમાં આવું કરવામાં આવી શકાશે. તમને જણાવી દઇએ કે ૨૦ લાખ કરોડનાં પેકેજમાં આની જાહેરાત કરવામાં આવી હતી. આ સપ્તાહે યોજાનારી આ મોદી કેબિનેટની બીજી બેઠક છે.

મોદી સરકારનાં બીજા કાર્યકાળને તાજેતરમાં જ એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે એવામાં સોમવારનાં રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં MSME સેકટર અને ખેડૂતોને લઇને કેટલાંક મોટાં નિર્ણયો લેવામાં આવ્યાં હતાં. હવે આજનાં દિવસે જે બેઠક યોજાઇ રહી છે, તમને જણાવી દઇએ કે બુધવારનાં રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠક થાય છે. દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધતા જઇ રહ્યાં છે અને એવામાં હવે અનલોક ૧ અંતર્ગત અનેક પ્રકારની છૂટછાટ પણ આપવામાં આવી રહી છે. બીજી તરફ આજે જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડું નિસર્ગ ટકરાવા મામલે કેન્દ્રીય કેબિનેટની બેઠક પર હાલમાં સૌ કોઇની નજર છે.

આ સપ્તાહની શરૂઆતમાં જ થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યાં હતાં. જેમાં કેન્દ્ર સરકારે MSME સેકટરની પરીભાષાને બદલી, આ સાથે જ હવે દેશને ખેડૂત કોઇ પણ મંડી અને કોઇ પણ રાજયમાં પોતાનો પાક વેચી શકશે, આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડાં દિવસો પહેલાં નરેન્દ્ર મોદીએ CII નાં કાર્યક્રમમાં કહ્યું હતું કે, દેશ હવે લોકડાઉનને ભૂલીને અનલોક તરફ વધી ગયો છે. પીએમએ વેપારીઓને ભરોસો અપાવ્યો હતો કે સરકાર તેમની સાથે જ છે અને એક વાર ફરી દેશની અર્થવ્યવસ્થાને તેજીથી ઝડપ આપવામાં આવશે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી,તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એકસકલૂઝિવનાફેસબુકપેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને'ટ્વિટર'પર અમારા સાથે જોડાઇ શકો છો.

(5:17 pm IST)