Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સંવિધાનમાં પણ ભારત નામ લખ્‍યું છેઃ આપ સંબંધિત મંત્રાલયની સામે પોતાનો અહેવાલ આપો અને સરકારને સંતુષ્‍ટ કરોઃ દેશનું નામ ઇન્‍ડીયાને બદલે ભારત કરવાની અરજીમાં દખલગીરી કરવાનો સુપ્રિમ કોર્ટનો ઇન્‍કાર

નવી દિલ્હીઃ સંવિધાનમાં ઇન્ડીયા ની જગ્યાએ ભારત નામ રાખવા માટે સંવિધાનમાં સંશોધનની અરજીમાં દખલગીરી કરવાનો ઇન્કાર કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે, ‘અરજીને સંબંધિત ઓથોરિટી પ્રતિવેદનની જેમ જોવાશે એટલાં માટે સંબંધિત મંત્રાલયની સામે અરજી મોકલવામાં આવે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા એટલાં માટે સરકારની સામે જ માંગ રાખે.

ચીફ જસ્ટિસે કહ્યું, ‘સંવિધાનમાં સ્પષ્ટ લખ્યું છે

આ મામલાની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ એસએ બોબડેની બેંચે વીડિયો કોન્ફરન્સિંગને આધારે સુનાવણીમાં કહ્યું કે, ‘અરજીકર્તાએ આ મામલામાં કોર્ટને કેમ અપ્રોચ કરી છે જ્યારે સંવિધાનમાં સ્પષ્ટ લખ્યું છે કે ઇન્ડીયા કે જે ભારત છે. અરજીકર્તાનાં વકીલે દલીલ કરતા કહ્યું કે, ‘ઇન્ડીયા ગ્રીક શબ્દ ઇન્ડીકાથી આવ્યો છે અને આ નામને હટાવવામાં આવે. હવે અરજીકર્તાએ સતત એવી દલીલ મૂકી અને સુપ્રિમ કોર્ટનું વલણ અરજી સાંભળવા માટેનું ના જોવાં મળ્યું તો અરજીકર્તાએ કહ્યું કે, આ અરજીને પ્રતિવેદનની રીતે સંબંધિત મંત્રાલયની સામે મોકલવાની પરવાનગી આપવામાં આવે. ત્યારે સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી.

સંવિધાનમાં લખ્યું છે ‘India that is Bharat’

સુપ્રિમ કોર્ટમાં અરજીકર્તાને કહેવામાં આવ્યું કે, સંવિધાનમાં પણ ભારત નામ લખ્યું છે. લખ્યું છે કે ‘India that is Bharat’. સુપ્રિમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, આપ સંબંધિત મંત્રાલયની સામે પોતાનો અહેવાલ આપો અને સરકારને સંતુષ્ટ કરો.

કેન્દ્રને નિર્દેશ આપવા માટે હતી અરજી

સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યો કે તે સંવિધાનમાં ફેરફાર કરે અને ઇન્ડીયા શબ્દને બદલીને હિંદુસ્તાન અથવા તો પછી ભારત કરી દે. સુપ્રિમ કોર્ટે આ અરજી પર બે જૂનનાં રોજ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. અરજીકર્તાએ જણાવ્યું કે, અમારી રાષ્ટ્રીયતા માટે ભારત શબ્દને સંવિધાનમાં જોડવો જરૂરી છે. સુપ્રિમ કોર્ટે અરજી પર સુનાવણીથી ઇન્કાર કરતા અરજીને અહેવાલની રીતે સંબંધિત મંત્રાલયની સામે મોકલવાનું કહ્યું.

(5:04 pm IST)