Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

શેરડીના ઉત્પાદનમાં યુપી નંબર વનઃ દેશનું ઉત્પાદન ૨૬૮ લાખ ટન

નવી દિલ્હી, તા.૩: લોકડાઉનથી અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હોવા છતાં, દ્યણા ક્ષેત્રોને ભારે નુકસાન થયું છે, પરંતુ શેરડીના ઉત્પાદનમાં, તે મીઠાશ વધારનારૂ જ સાબિત થયું છે. મેના અંત સુધીમાં, દેશમાં શેરડીનું ઉત્પાદન ૨૬૮.૨૧ લાખ ટન થયું હતું, જે અપેક્ષા કરતા વધારે છે. ઉત્તરપ્રદેશમાં રેકોર્ડ ઉત્પાદન થયું છે.

લોકડાઉનની વચ્ચે પણ શેરડી મિલ જેવા કેટલાક ઉદ્યોગો કાર્યરત રહ્યા. શેરડીની પિલાણમાં હજી ૧૮ સુગર મિલો છે. દેશની ખાનગી ખાંડ મિલોની સર્વોચ્ચ સંસ્થા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) એ ૨ જૂન, મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષની શેરડી પીસવાની સીઝન ૨૦૧૯-૨૦ (ઓકટોબર-સપ્ટેમ્બર) માં ખાંડનું ઉત્પાદન ૨૭૦ લાખ ટન થઈ શકે છે. અગાઉ ઇસ્માએ ચાલુ વર્ષે ૨૬૫ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવાનો અંદાજ બહાર પાડ્યો હતો. જો કે, આ અંદાજ એક વર્ષ પહેલા કરતા ફકત ૬ મિલિયન ટન અથવા ૧૮ ટકા ઓછો છે.

દેશમાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક ઉત્તર પ્રદેશમાં ૩૧ મે સુધીમાં ૧૨૫.૪૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૭.૬૫ લાખ ટન વધારે છે, જેનું રાજયમાં અત્યાર સુધીમાં રેકોર્ડ ઉત્પાદન છે. ઉત્તર પ્રદેશમાં ૧૪ સુગર મિલો હજી કાર્યરત છે જયારે દેશભરની ૧૮ મિલોમાં ઉત્પાદન ચાલુ છે.

(4:26 pm IST)