Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

પુલવામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને કર્યા ઠાર

સર્ચ ઓપરેશન શરૂ : ઇન્ટરનેટ સેવા બંધ

શ્રીનગર તા. ૩ : જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓની વિરૂદ્ઘ સુરક્ષાદળોનું ઓપરેશન ચાલું છે. બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કંગન ગામમાં છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ એન્કાઉન્ટર શરુ કરવામાં આવ્યું હતુ. સલામતીના ભાગ રુપે પુલવામામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

આ પહેલા પુલવામા જિલ્લાના જ ત્રાલમાં સુરક્ષદળોએ મંગળવારે ૨ આંતકવાદીઓને ઠાર કર્યા હતા. અવંતીપોરાના સાઈમોહ ગામમાં આંતકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર મળ્યા હતા. આ બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જવાનોએ આતંકવાદીને હથિયાર હેઠા મુકી દેવાની વાત કરી હતી. પરંતુ આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતુ.

અનેક કલાકો સુધી ફાયરિંગ કર્યા બાદ સુરક્ષાદળોએ ૨ આંતકવાદીઓને ઠાર કર્યા હતા. તેમની પાસેથી મોટા જથ્થાના પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મનાઈ રહ્યું છે કે બન્ને આતંકવાદી અંસાર ગજાવત- ઉલ- હિંદ(એજીએચ) આતંકી સંગઠન માટે કામ કરતા હતા. સુરક્ષાદળોએ પુલવામામાં સતત ત્રીજા દિવસે એનકાઉન્ટર કર્યુ હતુ.

આ પહેલા સુરક્ષાદળોએ લાઈન ઓફ કન્ટ્રોલ એટલે કે એલઓસી પર ઘુષણખોરીનો પ્રયત્ન કર્યો હતો. જેમાં ૧૩ આતંકવાદીઓને સેનાએ ઠાર કર્યા હતા. ૧૦ આતંકવાદી મેંઢર સેકટરમાં અને ત્રણ આતંકવાદીને નૌશરા સેકટરમાં ઠાર કર્યા હતા. સેનાએ આતંકવાદીઓની પાસેથી ૨ એકએ૪૭, અમેરિકન રાઈફલ, ચીની પિસ્ટલ અને ગ્રેનેડ જપ્ત કર્યા હતા.

(4:21 pm IST)