Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

દેશમાં આ વર્ષે વરસાદ કેવો પડશે? શું કહે છે જયોતિષીઓ જાણો

૨૧મી જૂને રાત્રે ૧૧:૩૨ કલાકે મીન લગ્ન અને સૂર્યનો આદ્રાનક્ષત્રમાં પ્રવેશ

ઉજ્જૈન : કોરોના વચ્ચે વરસાદના સારા સમાચાર આવ્યા છે. આ વર્ષે વરસાદ માટે શ્રેષ્ઠ યોગ છે. સંવત્સરના અધિપતિ બુધ અને મેઘના અધિપતિ સૂર્ય હોવાના લીધે વરસાદની સ્થિતિ શ્રેષ્ઠ બની રહી છે. ૨૧ જૂનથી મીન લગ્ન તથા સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશકાળનો અનુક્રમ બનશે.

આદ્રાનો પ્રવેશ થતાં જ અશ્વ વાહનવર્ષાના માધ્યમ યોગથી વરસાદનો પ્રારંભ થશે. જેનો પ્રભાવ આગામી મહિનાઓમાં પણ જોવા મળશે. જયોતિષાચાર્ય પંડિત અમર ડબ્બાવાલાના જણાવ્યા અનુસાર વરસાદ સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી આરંભ થાય છે. સૂર્યનો મિથુન રાશીમાં પરિભ્રમણ તથા રાશીના નક્ષત્રમાં પરિભ્રમણની આ સ્થિતિ વરસાદ ઋતુ સંચરણની દિશા નક્કી કરતી હોય છે. સંયોગથી આ વખતે સૂર્યગ્રહણના મધ્યરાત્રીમાં એટલે કે ૨૧ જૂને રાત્રીના ૧૧:૩૨ કલાકે મીન લગ્ન તથા સૂર્યના આદ્રા નક્ષત્રમાં પ્રવેશકાળનો અનુક્રમ બનશે.

વરસાદ અને ગ્રહોનું ગણિત

ગ્રહોના વક્રત્વ અને માર્ગી હોવા માટે અલગ - અલગ ગણનાક્રમ સામે આવે છે. જેમાં ત્રણથી પાંચ દિવસનું અંતર સંભવ છે. બુધ ગ્રહને હવામાનનો કારક ગ્રહ માનવામાં આવે છે જે માર્ગી થવા અને ગોચર કાળમાં શુક્રના વક્રત્વ થઈ દ્વિદ્વાશ યોગ બનશે. આ સંબંધિત રાશીઓની દિશાઓમાં પ્રભાવ જોવા મળશે. હાલમાં મંગળનું શનિની રાશી કુંભમાં પરિભ્રમણ ચાલી રહ્યુ છે. આ દૃષ્ટિએ મોનસુનનો પ્રારંભ દક્ષિણ પશ્ચિમ તરફથી થશે.

૧૬ જુલાઈથી ૧૬ ઓગષ્ટ સુધીના યોગ

સૂર્યના રાશી પરિવર્તન ચક્રનું વિશેષ મહત્વ છે. ૧૬ જુલાઈથી સૂર્ય કર્કમાં પ્રવેશ કરશે. જે ૧૬ ઓગષ્ટ સુધી ત્યાં જ રહેશે. કર્કનો સ્વામી ચંદ્રમાં છે. સૂર્ય જયારે કર્કમાં આવે છે ત્યારે વરસાદના ઉત્તમ યોગ બને છે. ૪ મહિના એટલે કે ૧૨૨ દિવસના ઋતુકાળમાં આવા યોગ બનશે. જેમાં સમયે સમયે જયારે જયારે નક્ષત્ર રાશી પરિવર્તન ગ્રહોનું થશે ત્યારે ત્યારે વર્ષાચક્ર તૈયાર થઈ વરસાદ પડશે.

(4:18 pm IST)