Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

મંદિરોમાં દર્શનની વ્યવસ્થા બદલાશેઃ પ્રસાદ, ચરણામૃત નહી, ઘંટ સાંભળવા નહીં મળે

બહારની કોઇ વસ્તુઓ પ્રસાદ કે ફુલ હાર મંદિરમાં લાવી નહી શકાય

ભોપાલ, તા.,૩: આગામી ૮ જુનથી ઘણા રાજયોમાં મંદિર અને ધાર્મિક સ્થળો પણ ખુલી જશે. પરંતુ દર્શન કરવાની પરંપરાઓમાં મોટુ પરીવર્તન આવશે. કેટલાક રાજયોમાં મ઼દિરો માટે અલગથી ગાઇડલાઇન પણ જારી કરી છે. જેમાં દર્શનાર્થીઓની સંખ્યાને સીમીત કરવા પ્રસાદ ચઢાવા અને ચરણામૃત વગેરે ન આપવાનું કહેવાયુ઼ છે. જે મંદિરોમાં મોટી સંખ્યામાં ભકતો આવે છે એવા તીરૂપતી બાલાજી, વૈષ્ણોદેવી, શિરડી સાંઇ મંદિર વગેરેમાં દર્શનાર્થીઓની સંખ્યાને સીમીત કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

કેટલાક રાજયોમાં ધાર્મિક સ્થળો ૧ જુલાઇ સુધી બંધ રહેશે. આસામ, મણીપુર, તામીલનાડુ જેવા રાજયોએ પોતાના ધાર્મિક સ્થળોને ૩૦ જુન સુધી બંધ રાખવાનું નક્કી કર્યુ છે. તામીલનાડુમાં ૧૦ હજારથી પણ વધુ મંદિરો છે.

તેમાં ૮૦૦૦થી વધુ નાના મંદિરો છે. આસામના ગુવાહાટીમાં રહેલી કામાખ્યા શકિતપીઠ પણ જુલાઇમાં જ ખુલશે. આસામ સરકારે હાલમાં જુન મહિનામાં આ મંદિર બંધ રાખવાનું નક્કી કર્યુ છે. પુરીની જગન્નાથ મંદિર ૮ જુનથી ખુલી શકે છે. પરંતુ તેમાં દર્શન તો જુનના અંતથી જ શરૂ થશે.

મંદિરમાં પ્રવેશથી બહાર નીકળવા સુધીમાં આવશે આ પરિવર્તનો

હાથ પગ ધોવાની અલગ વ્યવસ્થા થઇ શકે અથવા હાથ પગ ધોવા પ્રતિબંધ મુકાઇ શકે.

- ભીડમાં રખાતા બેરિકેટની વ્યવસ્થા પણ બદલાવશે. પ્લાસ્ટીકના ડિવાઇડર લગાવાશે, જે ઓછી હાઇટના હોય, જેથી લોકો તેને અડે નહીં.

- શ્રદ્ધાળુના મોટા ગ્રુપને એન્ટ્રી નહીં અપાય. નાના-નાના ગ્રુપને મંદિરમાં જવા દેવાશે.

- મંદિરમાં ઘંટ હટાવાશે, જેથી લોકો તેને વગાડવા માટે અડે નહીં.

- શ્રદ્ધાળુઓ હાર કે પ્રસાદ લાવીને ચઢાવી નહીં શકે.

-પૂજારીઓની સુરક્ષા માટે ચરણામૃત અને પ્રસાદના વિતરણ પર રોક લગાવાશે.

-ગર્ભગૃહોમાં પ્રવેશી નહીં શકાય. અન્ન-પ્રસાદ વ્યવસ્થા પણ થોડા સમય માટે બંધ રખાશે.

-કર્મચારીઓ અને પૂજારીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ થશે.

-દિવસમાં ઓછામાં ઓછું ચાર વાર સેનેટાઇઝેશન કરાશે.

(4:17 pm IST)